12th Result: શિક્ષણ બોર્ડે જાહેર કરી તારીખ, જાણો ક્યારે અને ક્યા જોશો તમારું પરિણામ

Mumbai: MSBSHSE દ્વારા 21 ફેબ્રુઆરીથી માર્ચ 19, 2024 સુધી બારમા ધોરણની પરીક્ષાઓ યોજાઈ હતી. આ પરીક્ષાના પરિણામોની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમની પ્રતીક્ષા પૂરી થઈ છે અને આવતીકાલે એટલે કે 21મી મેના રોજ મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડના બારમા ધોરણના પરિણામો જાહેર થવાના છે.
સત્તાવાર જાહેરાત અનુસાર આવતીકાલે બપોરે 1 વાગ્યે MSBSHSE દ્વારા બારમાના પરિણામોની જાહેરાત કરવામાં આવશે. બૉર્ડ દ્વારા પરિણામો જાહેર થતાની સાથે જ તે mahahsscboard.in and mahresult.nic.in વેબસાઈટ પર વિદ્યાર્થીઓ માટે અપલૉડ થશે.
MSBSHSE દ્વારા મળેલા આંકડા અનુસાર કુલ 15,13,909 વિદ્યાર્થીએ HSC examination માટે રજિસ્ટર કરાવ્યું હતું. જેમાં 8,12,450 છોકરા અને 6,92,424 છોકરાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે કોંકણ બોર્ડે 96 ટકા પરિણામ સાથે રાજ્યમાં પહેલો ક્રમાંક મેળવ્યો હતો.
મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં આજે મતદાનને લીધે ચહેલપહેલ છે ત્યારે આજના પરીક્ષાર્થીઓનું પરિણામ તો 4થી જૂને આવશે, પરંતુ આવતીકાલે 12 ધોરણના વિદ્યાર્થીઓના આગળના ભણતર વિશેનો નિર્ણય લેવાશે. વિદ્યાર્થીઓએ ઓછા ટકા કે નબળા પરિણામથી નિરાશ ન થતા યોગ્ય કારકિર્દી તરફ વળવું તેવી સલાહ નિષ્ણાતો આપે છે.