આગામી ચૂંટણી વિશે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આવું કેમ કહ્યું….
ભોપાલ: આજે ભોપાલમાં યોજાનારી I.N.D.I.A ગઠબંધનની રેલી મુલતવી રાખવા માટે તેમના I.N.D.I.A ગઠબંધનના કાર્યકરોએ મૌન પાળી લીધું છે. જ્યારે ભોપાલમાં ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આગામી ચૂંટણી એ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે એવા નિવેદનો કરીને સભા ગજવી હતી.
મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સ્મૃતિ ઈરાની મધ્યપ્રદેશના સિહોરમાં ચાલી રહેલી ‘જન આશીર્વાદ યાત્રા’ દરમિયાન એક જનસભાને સંબોધિત કરી રહી હતી. તેમણે કહ્યું કે આ મતોની લડાઈ નથી; આ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે. સનાતન ધર્મ પર DMK નેતાઓની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અંગ્રેજો આવ્યા અને પાછા ફર્યા, મુઘલ સલ્તનતનો અંત આવ્યો, અમે પહેલાં પણ અહીં હતા અને આવનારા સમયમાં પણ અહી જ જ રહીશું.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે એવા ભ્રમમાં ના રહો કે આ ફકત ચૂંટણી જ છે. કારણે જે લોકો ભગવાન રામના અસ્તિત્વને કોર્ટમાં પડકારે છે. સનાતન ધર્મ વિશે ગમે તેમ બોલે છે. લોકોને ધર્મના નામે ભડકાવે છે. ત્યારે એવા લોકો કે જે સનાતન ધર્મને પડકારે છે અને તેના પર પ્રશ્નો ઉઠાવે છે. શું તેમને સરકારમાં આવવા દેવા જોઈએ? અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી જીવીશું ધર્મની રક્ષા કરીશું.
આ ઉપરાંત વિપક્ષના ગઠબંધન પર પ્રહારો કરતા કહ્યું હતું કે જે પક્ષ પત્રકારોના પ્રશ્નોથી ડરે છે એ વડા પ્રધાન મોદીનો સામનો કેવી રીતે કરી શકશે. આ બધા તો સિંહના ચામડી હેઠળ છુપાયેલા શિયાળો છે.