IPL 2024સ્પોર્ટસ

નીતા અંબાણીએ અચાનક લીધો મોટો નિર્ણય, MIમાં માત્ર આ 3 ખેલાડીઓને જ રિટેન કરશે

IPL 2024 માં Mumbai Indiansની સફર ખૂબ જ શરમજનક રહી. IPLની શરૂઆત પહેલા મુંબઈએ રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ પ્રયોગનો કોઈ ફાયદો થયો ન હતો. વર્તમાન સિઝનમાં, મુંબઈએ 14માંથી માત્ર 4 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને રહી, જે 5 વખતના ચેમ્પિયન માટે કોઈ શરમજનક ઈતિહાસથી ઓછું નથી. મુંબઈના ખરાબ પ્રદર્શનનું કારણ ખુદ ખેલાડીઓ છે. લગભગ દરેક ખેલાડીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પરંતુ ત્રણ ખેલાડીઓ એવા હતા જેમણે પોતાને સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી. આવી સ્થિતિમાં નીતા અંબાણીની માલિકીની ટીમ તેમને આગામી સિઝન IPL 2025માં જાળવી શકે છે, જ્યારે કેટલાક પૂર્વ ખેલાડીઓને મુક્ત કરવામાં આવી શકે છે.

આવતા વર્ષની IPL પહેલા મેગા એક્શન થશે. આવી સ્થિતિમાં આઈપીએલની તમામ 10 ટીમો પાસે ચાર-ચાર ખેલાડીઓને જાળવી રાખવાની તક હશે. મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે, જેમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેમાં સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને ટીમ ડેવિડના નામ સામેલ છે. આ ત્રણ ખેલાડીઓ સિવાય મુંબઈના લગભગ દરેક ખેલાડીઓનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. રૂ. 17 કરોડમાં ખરીદવામાં આવેલા મુંબઈના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યાનું પ્રદર્શન એકદમ નિરાશાજનક રહ્યું હતું. મુંબઇ માટે સૌથી વધુ રન બનાવનાર પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું પ્રદર્શન પણ કંઈ ખાસ નહોતું. આવી સ્થિતિમાં મુંબઈ ભવિષ્ય માટે રોહિત શર્માને, હાર્દિક પંડ્યાને જાળવી રાખે તેવી શક્યતા ઓછી છે.
જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને ટિમ ડેવિડની વાત કરીએ તો વર્તમાન સિઝનમાં ત્રણેનું પ્રદર્શન સારુ રહ્યું છે. જસપ્રિત બુમરાહ વર્તમાન સિઝનમાં મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. ઇજાને કારણે સૂર્યા તમામ મેચ રમી શક્યો ન હતો પરંતુ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. ટિમ ડેવિડ 13 મેચમાં માત્ર 241 રન જ બનાવી શક્યો હતો. જોકે, તે જે પ્રકારનો ખેલાડી છે તેને જોતા મુંબઈ તેને છોડવાનું જોખમ લેશે નહીં. આ ત્રણ ખેલાડીને ટીમમાં સ્થાન મળવાનું નિશ્ચિત મનાય છે.

IPL-2024 : હિટમૅન રોહિત શર્મા (Rohit Sharma) મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની બાદબાકી બાદ કોના પર કેમ ભડકી ગયો?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button