હિન્દુ મરણ
પાંચગામ વિશા ઝારોળા વણિક
કુણઘેર (ઉં. ગુજરાત) ના હાલ કાંદિવલી હસમુખભાઇ (ઉં. વ. ૮૨) તે સ્વ. મંગુબેન અને સ્વ. વાડીલાલ અમૃતલાલ શાહના સુપુત્ર. લતાબહેનના પતિ. સૌ. હેતલ અમિત શાહના પિતાશ્રી. સૌ. હિરલ ઇશાન જૈન-ચિ. દિપલના નાના. સ્વ. નવીનભાઇ, કિશોરભાઇ, મહેશભાઇ, જયશ્રીબહેન દિપકભાઇ, ગં. સ્વ.વીણાબેન શૈલેષ ચોકસી, ગં. સ્વ. તરલાબેન રમેશચંદ્રના ભાઇ. મહેસાણા નિવાસી સ્વ. ચંદનબેન અને સ્વ. કાળીદાસ નથુભાઇ શાહના જમાઇ. શનિવાર તા. ૧૮-૫-૨૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૨૦-૫-૨૪ના સાંજે ૫થી ૭. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પશ્ર્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ
ગં. સ્વ. જશુમતી રવીશંકર દવે (ઉં. વ. ૯૨) તે રવીશંકર ન. દવેના ધર્મપત્ની. પુષ્પા, મહેન્દ્ર, ડિમ્પલના માતા. શીલ, વીરલના દાદી. આશા, હર્ષદ ભટ્ટ, મનીષ દવેના સાસુ. વિપ્રા, ધ્રુવના વડસાસુ. સ્વ. મુકુંદરાય કરશનજીના દીકરી. કુંતાબહેન, અનંતરાય, કાન્તિલાલ, રમણીકભાઇ, જયંતીભાઇના બહેન. તા. ૧૭-૫-૨૪ના શુક્રવારે દેવલોક પામ્યા છે. સાદડી, લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળવતન પોરબંદર નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. અનસુયાબેન મોહનલાલ આણંદજીના પુત્ર ચેતન મોહનલાલ રાયઠઠા (ઉંં.વ. ૪૮) ૧૬-૦૫-૨૪ ના શ્રીજીચરણ પામેલ છે. તે રૂપેશના નાનાભાઈ, સુજાતાના પતિ તે વિજયાબેન સંજીવ શેટ્ટીના જમાઈ, રવ.નંદલાલ હીરજી પારપાણીના દોહીત્ર. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૦-૦૫-૨૪ ના સોમવારે સાંજે ૫.૦૦ થી ૬.૩૦, બીજે માળે , લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
ગામ જડકલા હાલ વિલેપાર્લે સ્વ. મગનભાઈ નથુભાઈ કનાડીયાના ધર્મપત્ની ગં.સ્વ. જેકુરબેન (ઉં.વ.૯૫) તે ૧૭/૫/૨૪ ના રોજ રામશરણ પામેલ છે. તે પ્રવીણભાઈ, દિનેશભાઇ, રમેશભાઈ તથા નરેન્દ્રભાઈના માતુશ્રી. શારદાબેન, કંચનબેન, દક્ષાબેન તથા હંસાબેનના સાસુ. મોટાખૂંટવાળા સ્વ. રાણીબેન વિઠ્ઠલભાઈ પરમારના દીકરી, સ્વ. રામજીભાઈ, સ્વ. બચુભાઈ, સ્વ. મનુભાઈ, અનુભાઈના બહેન. પ્રાર્થનાસભા ૨૦/૫/૨૪ ના રોજ સાંજે ૫ થી ૭. ઠે. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે બોરીવલી ઈસ્ટ.
વિશા સોરઠિયા વણિક
બામણાસાવાળા હાલ ગોરેગાવ પ્રવિણચંદ્ર લાધાભાઈ શાહ (ઉં.વ.૮૭) તે ૧૭/૫/૨૪ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ધનલક્ષ્મીબેન ના પતિ. કાર્તિક, જીતેન્દ્ર તથા સ્વ. ભક્તિ ના પિતા. અલકા (ઇના), વર્ષા તથા અનીશના સસરા. સ્વ. વસંતલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. કમળાબેન, હેમલતાબેન તથા સ્વ. નિર્મળાબેનના ભાઈ, નગીનદાસ નારણદાસ શાહ, સ્વ. ગુણવંતિબેન ધીરજલાલ શાહ, સૌ. મંગળાબેન રતિલાલ શાહના બનેવી. પ્રાર્થનાસભા ૨૦/૫/૨૪ ના રોજ ૫.૩૦ થી ૭.૦૦ કલાકે અર્થ બેન્કવેટ, અર્થ ટેરેસ, ગજાનન કોલોની રોડ, ગોરેગાવ બસ ડેપોની બાજુમાં, ગોરેગાવ વેસ્ટ રાખેલ છે.
નવગામ ભાટીયા
કાલાવળ, હાલ બોરીવલી ગં.સ્વ. રાધાબેન (ઉં.વર્ષ ૮૮) તે સ્વ. ગોપાલદાસ (બાબાભાઈ) દુર્લભજી પારેખના ધર્મપત્ની, તે દિનેશભાઈ, હરેશભાઈ, અંજનાબેન પ્રદિપકુમાર સંપટ, છાયાબેન યોગેશકુમાર આશર, રાજેશભાઈ, ચેતનભાઈ તથા જયશ્રીબેન દુષ્યંતકુમાર વેદના માતુશ્રી. તે ભાવનાબેન, જાગૃતિબેન, આરતીબેન તથા મોનાબેનના સાસુ. તે હાર્દિક, વિશાલ, હર્ષ, અમી અને માનસીના દાદી હિતાક્ષી તથા સિધ્ધીના દાદીજી સાસુ. તે ૧૮.૦૫.૨૪ના શ્રીજી ચરણ પામેલ છે. સદગત ની પ્રાર્થનાસભા તા. ૨૦.૦૫.૨૪ સોમવાર સાંજે ૪ થી ૬.૦૦ ઠે. સર્વોદય હોલ, એલ.ટી.રોડ, ડાયમંડ સિનેમાંની સામે, બોરીવલી (વેસ્ટ), રાખેલ છે.
નાઘેર દશાશ્રીમાળી વણિક
ઉના નિવાસી, હાલ ચેમ્બુર, જીતેન્દ્ર છબીલદાસ શાહ, (ઉં.વ.૭૫)વર્ષ, તા. ૧૭ મે ૨૦૨૪ ને શુક્રવારના રોજ અક્ષરનિવાસ પામ્યા છે. તે શ્રીમતી રંજનબેનના પતિ, અર્ચનાબેનના પિતા, સ્વ.છબીલદાસ આનંદજી શાહના તથા સ્વ.શાંતાબેનના પુત્ર, તે સ્વ.મનહરલાલ ઉત્તમચંદ કોઠારી તથા સ્વ.રસીલાબેન કોઠારીના જમાઈ, તે સ્વ.લલિતા બેન, સ્વ.હસમુખલાલ, સ્વ. અરૂણભાઇ, સ્વ.વિજયભાઇ અને જયેન્દ્રભાઇના ભાઇ.લૌકિક વ્યવ્હાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ગામ નરેડી હાલ કાંદિવલી મુંબઈ નિવાસી, શ્રી હંસરાજ ચાગપાર ઠક્કર (ઉ.વ.૯૩), તે સ્વ.અ.સૌ. નર્મદા હંસરાજ ઠક્કરના પતિ, હરિણી, સંગીતા, મૌલિકના પિતા, મનીષા મૌલિક ઠક્કર અને પરેશભાઈના સસરા, પ્રિયંકા, વરૂણના દાદા, સેતુ આદિત્ય, મિલોનીના નાના તા. ૧૬-૫-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લોકિક વ્યવહાર બંધ છે.
ક્ષત્રિય રાજપૂત
મુળ ગામ લીંબડી હાલે શહાડ સ્વ. વિજયસિંહ ગગુભા ઝાલા (ઉં. વ. ૬૯) તા. ૧૮-૫-૨૪ના રામશરણ પામ્યા છે. તે કિશોરસિંહ, વિક્રમસિંહ, પ્રવિણસિંહના ભાઇ, ભરતસિંહના કાકા. તથા રવિરાજસિંહ, રાજેશ્રી, જયશ્રીના પિતાશ્રી અને મયંકના દાદા. બેસણું તા. ૨૦-૫-૨૪ના સાંજે ૪.૩૦થી ૬. ઠે. પાટીદાર ભવન, મોહને રોડ, શહાડ (વેસ્ટ).