IPL-2024 : પંજાબ કિંગ્સ (PBKS)નો રેકૉર્ડ: આઇપીએલની એવી પ્રથમ ટીમ બની જેણે….
હૈદરાબાદ: આઇપીએલની 2008માં શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની 17 સીઝનમાં ક્યારેય કોઈ ટીમને નથી કર્યું એ પંજાબ કિંગ્સે ‘કરી દેખાડ્યું’ છે.
આ પણ વાંચો: આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના રેકૉર્ડ
એક રીતે પંજાબની ટીમે આઇપીએલમાં વિદેશી ખેલાડીઓને ઇલેવનમાં સમાવવાની બાબતમાં નવો ઇતિહાસ રચ્યો છે.
વાત એવી છે કે શિખર ધવન ઈજાને કારણે શરૂઆતની કેટલીક મૅચો રમ્યા બાદ નહોતો રમ્યો અને તેની ગેરહાજરીમાં સૅમ કરૅને પંજાબનું સુકાન સંભાળ્યું હતું. જોકે રવિવારની હૈદરાબાદની મૅચ પહેલાં જ સૅમ કરૅન ઇંગ્લૅન્ડ જવા રવાના થઈ ગયો હોવાથી પંજાબનું નેતૃત્વ વિકેટકીપર જિતેશ શર્માને સોંપાયું હતું.
સીઝનની અંતિમ મૅચ રમી રહેલા પંજાબે પોતાની ઇલેવનની ટીમમાં તેમ જ ઇમ્પૅક્ટ પ્લેયર ગણીને તમામ ખેલાડીઓમાં એકમાત્ર રાઇલી રોસોઉને સમાવ્યો હતો. નૅથન એલિસને કોઈ કારણસર નહોતો લીધો. જૉની બેરસ્ટો, સૅમ કરૅન, લિવિંગસ્ટન, ક્રિસ વૉક્સ સહિતના વિદેશી ખેલાડીઓ ઇંગ્લૅન્ડ પાછા ગયા હોવાથી પંજાબની આ સ્થિતિ થઈ હતી.
આ પણ વાંચો: જો રામ કા નહીં કિસ કામ કા નહીં…. ધોની માટે આવું કેમ બોલી રહ્યા છે લોકો?
કોઈ ટીમે પોતાની ઇલેવનમાં માત્ર એક વિદેશી પ્લેયરને સમાવ્યો હોવાનું 17 સીઝનમાં પહેલી જ વાર બન્યું છે. આ પહેલાં કોલકાતા, દિલ્હી અને મુંબઈએ ઓછામાં ઓછા બે વિદેશીને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યા હતા, પણ પંજાબે રવિવારે એક જ વિદેશીને સમાવીને આગલો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.