… તો આ છે Aishwarya Rai-Bachchanની ગ્લોઈંગ સ્કીનનું સિક્રેટ?
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની સુંદરતાના દિવાનાઓની કોઈ કમી નથી. બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા પોતાની આ જ સુંદરતાથી મિસ વર્લ્ડ (Miss World Aishwarya Rai Bachchan)નો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂકી છે. દરેક મહિલાની પણ અંદરખાને એવી એવી ઈચ્છા તો હોય જ છે કે તેની સ્કીન પણ ઐશ્વર્યા રાય બચ્ચન જેટલી ગ્લોઈંગ હોય. પણ કઈ રીતે? જો તમે પણ ઐશ્વર્યા રાય-બચ્ચન જેવી જ ગ્લોઈંગ સ્કીન મેળવવા માંગો છો તો તમારે જસ્ટ કેટલીક સિમ્પલ ટિપ્સ ફોલો કરવી પડશે. આવો જોઈએ શું છે ઐશ્વર્યાના ગ્લોઈંગ સ્કીનનું સિક્રેટ…
ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા આજે પણ યાથવત છે અને તેની આ સુંદરતાને કારણે જ તેની ફેન ફોલોઈંગ આજે પણ યથાવત્ છે. ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં કરવામાં આવે છે અને આપણામાંથી પણ ઘણા લોકો અને મહિલાઓ એવી હશે કે જે ઐશ્વર્યા જેવી ગ્લોઈંગ સ્કીન મેળવવા માંગે છે અને એનું રહસ્ય જાણવા માંગે છે. આજે આપણે એના વિશે જ વાત કરીશું.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઐશ્વર્યા રાય બચ્ચન એક સિમ્પલ સ્કીન કેર રૂટિન ફોલો કરે છે અને એમાં કેટલીક ઘરેલુ વસ્તુઓનો સમાવેશ થાય છે. ડેડ સ્કીનને હટાવવા માટે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai Bachchan) ચણાનો લોટસ, દૂધ અને હળદરને મિક્સ કરીને એક ફેસપેક બનાવે છે. આ ફેસ પેક સિવાય ઐશ્વર્યા દહીંમાંથી બનાવવામાં આવેલું ફેસ પેક પણ લગાવવાનું પસંદ કરે છે. જે તેની સ્કીનને એક્સફોલિએટ કરે છે અને ચમક પણ જોવા મળે છે.
આ સિવાય સૌથી મોટી અને મહત્ત્વની વાત એટલે કે સ્કીનને હાઈડ્રેટ રાખવી પણ એટલી જ જરૂરી છે અને એ માટે તે કાકડીનો ઉપયોગ કરે છે. એશબેબી ચહેરા પર કાકડીની સ્લાઈઝ કે એનો રસ પણ લગાવે છે. આપણા આહારની પણ આપણી ત્વચા પર અસર જોવા મળે છે એટલે ઐશ્વર્યા પોતાના ડાયેટમાં સિમ્પલ અને હેલ્ધી વસ્તુ ખાવાનું પસંદ કરે છે અને રાતે સૂતા પહેલાં તે મેકઅપ રિમૂવ કરે છે અને નાઈટ ક્રીમ લગાવીને સ્કીનને હાઈડ્રેટ રાખે છે