આમચી મુંબઈમહારાષ્ટ્ર

એપ્રિલમાં મુંબઈ એરપોર્ટ પર વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓએ કરી મુસાફરી

મુંબઈઃ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. એપ્રિલ ૨૦૨૪માં મુંબઈ એરપોર્ટ પરથી ૪૩,૬૦,૦૦૦ હજાર મુસાફરોએ મુસાફરી કરી હતી, જેમાં એપ્રિલ ૨૦૨૩ની સરખામણીએ તેમાં ૯ ટકાનો વધારો થયો છે.

બીજી બાજુ એપ્રિલ ૨૦૨૨ની સરખામણીએ આ વધારો ૪૨ ટકા છે. એપ્રિલ ૨૦૨૪માં મુંબઈ એરપોર્ટે ૧૯,૮૯૨ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને ૬,૯૭૮ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું હતું, જે કુલ ૨૬,૮૭૦ ફ્લાઈટ્સ હતી.

આ એપ્રિલ ૨૦૨૨ (૨૧,૫૯૭ની સરખામણીમાં ૨૪ ટકા અને એપ્રિલ ૨૦૨૩ (૨૫,૪૭૭)ની સરખામણીમાં ૫ ટકાનો વધારો હતો. ૧૪ એપ્રિલે એક દિવસમાં સૌથી વધુ ૧,૫૬,૭૯૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. તેમાં ૧,૧૩,૫૪૦ સ્થાનિક અને ૪૩,૨૫૩ આંતરરાષ્ટ્રીય મુસાફરોનો સમાવેશ થાય છે.

કોરોના મહામારી પછી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ લેવલે પેસેન્જરના ટ્રાફિકમાં વધારો થયો છે, જેમાં અગાઉ માર્ચ મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. ડોમેસ્ટિક એરપોર્ટની વાત કરીએ તો દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ માટે મુંબઈથી ફ્લાઈટ મારફત અવરજવર કરનારા લોકોની સંખ્યા વધુ હતી, જ્યારે ઈન્ટરનેશનલ ટ્રિપમાં ખાસ કરીને દુબઈ, સિંગાપોર અને અબુ ધાબીમાં અવજવર કરનારાની સંખ્યા વધુ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ