IPLના સુપર કેચે ચેન્નઈની નૌકા ડૂબાડી?, RCBના કેપ્ટનનો Match વિનિંગ કેચ જુઓ
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)નો અંતિમ તબક્કો નજીકમાં છે, જેમાં ગઈકાલે આરસીબી અને ચેન્નઈ કિંગ્સ વચ્ચે મેચ 68મી મેચ રસપ્રદ રહી. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ (RCB)ની વચ્ચે રસપ્રદ મેચ રહી, જેમાં ચેન્નઈને આરસીબીએ 27 રનથી હરાવીને પ્લેઓફની ટિકિટ પાક્કી કરી હતી, પરંતુ આરસીબીના કેપ્ટને મેચ વિનિંગ કેચ ઝડપીને સોશિયલ મીડિયા પર જોરદાર નામ કમાવી રહ્યો છે.
આ પણ વાંચો: આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના રેકૉર્ડ
આ સિઝનમાં આરસીબીની ટીમની ખાસિયત એ રહી કે લાગલગાટ હાર્યા પછી છ મેચમાં જીત મેળવી હતી. શરુઆતથી આરસીબીની ટીમ વતીથી કિંગ વિરાટ કોહલીએ સુપર પ્રદર્શન કર્યું હતું, પરંતુ એની તુલનામાં કેપ્ટન ફાફ ડુપ્લેસિસનું પ્રદર્શન નબળું રહ્યું હતું. ટીમ આરસીબી વતીથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ મજબૂત ઈનિંગ રમ્યો હતો.
What a CRAZY catch by Faf du Plessis, Flying beast, best effort so far in IPL 2024 #RCBvsCSK pic.twitter.com/bU5EVxk7qk
— Fenil Kothari (@fenilkothari) May 18, 2024
ટોસ જીતીને પહેલી બોલિંગ લેનારા ચેન્નઈ ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ સામે પક્ષે આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ વિરાટ કોહલીના પગલે પગલે મજબૂત રમ્યો હતો. 219 રનનો ટાર્ગેટ આપીને કેપ્ટને મેચ વિનિંગ કેચ પકડીને ચમત્કાર કર્યો હતો. હવામાં ડાઈવ મારીને સેન્ટરનનો કેચ ઝડપીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ કેચ ઝડપીને સેન્ટનરને આઉટ કરીને ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
આ પણ વાંચો: યશ દયાલ (Yash Dayal): 2023માં ‘ઝીરો’, 2024માં ‘હીરો’
મેચની પંદરમી ઓવરમાં મહોમ્મદ સિરાજના બોલ પર મિશેલ સેન્ટનરે જોરદાર શોટ માર્યો હતો, પરંતુ 39 વર્ષના ફાફે ડાઈવ મારીને કેચ ઝડપી લીધો હતો. સેન્ટનર જ નહીં, પરંતુ ચેન્નઈની ટીમની નૌકા ડૂબાડનારો કેચ કર્યો હોવાનો સોશિયલ મીડિયા પર લોકોએ જણાવ્યું હતું. કોમેન્ટ્રી મેને પણ ફાફ ડુ પ્લેસિસને વધાવ્યો હતો, જ્યારે રમતમાં 39 બોલમાં 54 રન ફટકાર્યા હતા.
વિરાટ કોહલી સાથે ફાફ ડુ પ્લેસીસે 78 રનની ભાગીદારી નોંધાવી હતી, ત્યાર બાદ 38 કેમરન ગ્રીન, 41 રન રજત પાટીદાર, 16 રન ગ્લેન મેક્સવેલ અને 14 રન દિનેશ કાર્તિકે નોંધાવ્યા હતા. બીજી બાજુ ચેન્નઈ સુપરકિંગ્સવતીથી ઋતુરાજ ગાયકવાડ, ડેરિલ મિશેલ, શિવમ દુબે વગેરે સસ્તામાં આઉટ થયા હતા.