IPL 2024સ્પોર્ટસ

સીઝનમાં પહેલી વાર પંજાબ (PBKS)નો ટૉપ-ઑર્ડર સફળ, હૈદરાબાદ (SRH)ને 215નો પડકાર

હૈદરાબાદ: પંજાબ કિંગ્સે આજે અહીં ટૉસ જીત્યા પછી બૅટિંગ લીધી હતી અને સ્વાભાવિક છે કે બિગ-હિટર્સવાળી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને તોતિંગ સ્કોર નોંધાવવાની તક નહોતી આપી. પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટે 214 રન બનાવીને હૈદરાબાદે 215 રનનો પડકારરૂપ ટાર્ગેટ આપ્યો હતો. ખરી વાત તો એ છે કે સીઝનમાં પહેલી વાર પંજાબને એનો આખો ટૉપ-ઑર્ડર કામમાં આવ્યો છે. એને લીધે જ પંજાબની ટીમ 200-પ્લસનું ટોટલ નોંધાવી શકી હતી.

શિખર ધવન ઈજાને લીધે નથી રમી શક્યો અને સૅમ કરૅન ઇંગ્લૅન્ડ પાછો જતો રહ્યો છે એટલે પંજાબની ટીમનું નેતૃત્વ સંભાળવાની જવાબદારી વિકેટકીપર-બૅટર જિતેશ શર્માને સોંપાઈ હતી. વિદર્ભથી આઇપીએલમાં રમવા આવેલા ઓપનર અથર્વ ટૈડ (46 રન, 27 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને પ્રભસિમરન સિંહ (71 રન, 45 બૉલ, ચાર સિક્સર, સાત ફોર) વચ્ચે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી જેને લીધે જ પંજાબની ટીમ હૈદરાબાદને મોટો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.
વનડાઉન બૅટર રાઇલી રોસોઉ (49 રન, 24 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)નું પણ ટીમના ટોટલમાં મોટું યોગદાન હતું. પ્રભસિમરને 34 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.

પ્રભસિમરન-રોસોઉ વચ્ચે બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી થઈ હતી. મુખ્ય બૅટર શશાંક સિંહ ફક્ત બે રન બનાવ્યા બાદ રનઆઉટ થયો હતો, પણ કૅપ્ટન જિતેશ શર્મા (32 અણનમ, 15 બૉલ, બે સિક્સર, બે ફોર)એ પણ છેલ્લે હૈદરાબાદના બોલર્સની ઍનેલિસિસ થોડી બગાડી હતી. જિતેશે નીતિશ કુમાર રેડ્ડીની 20મી ઓવરમાં બે સિક્સર અને એ ફોર સહિત કુલ 19 રન બનાવ્યા હતા.

આશુતોષ શર્મા પણ ફક્ત બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

હૈદરાબાદના બોલર્સમાં ટી. નટરાજને બે તેમ જ પૅટ કમિન્સ અને વિજયકાંતે એક-એક વિકેટ લીધી હતી. નીતિશ રેડ્ડીને 54 રનમાં અને ભુવનેશ્ર્વરને 36 રનમાં વિકેટ નહોતી મળી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button