આમચી મુંબઈનેશનલમનોરંજનમહારાષ્ટ્ર

નેશનલ ક્રશ Rashmika Mandana પર શા માટે ભડકી Congress Party, જાણો મામલો?

મુંબઈ: રશ્મિકા મંદાના આજે એ અભિનેત્રીઓની હરોળમાં આવી ગઇ છે, જે લગભગ દરેક યુવા હૈયાના દિલ પર રાજ કરે છે અને તેને નેશનલ ક્રશનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ‘એનિમલ’ ફિલ્મ રિલીઝ થઇ ત્યાર બાદ રશ્મિકા (Rashmika Mandana)ના ચાહકોમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે. જોકે, ચૂંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે રશ્મિકા મંદાના વિના કારણ રાજકીય પક્ષોની ફાયરિંગ લાઇનમાં આવી ગઇ છે.

વાત એમ છે કે રશ્મિકા મંદાનાએ પોતાના એક્સ (પહેલા ટ્વિટર) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને એ વીડિયોના કારણે કૉંગ્રેસ રશ્મિકા પર ભડકી ગઇ હતી. રશ્મિકાએ પોતાના એકાઉન્ટ પર અટલ બિહારી ન્હાવા-શેવા એટલે કે અટલ સેતુનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો હતો. હવે ભાજપ-મહાયુતિની સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ સેતુનો વીડિયો શેર કરતા કૉંગ્રેસ પાર્ટી (Congress Party) નારાજ થઇ હતી.

કેરળ કૉંગ્રેસે રશ્મિકા મંદાનાના વીડિયોને ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સૂચવેલો વીડિયો ગણાવ્યો હતો અને લખ્યું હતું કે ડિયર રશ્મિકાજી, દેશે પહેલા પણ પેઇડ એડ્સ અને સરોગેટ એડ્સ જોઇ છે, પરંતુ પહેલી જ વખત ઇડી ડાયરેક્ટેડ એડ જોઇ રહી છે. સારું છે. આ ખૂબ સારું છે. અમે જોયું કે તમારી એડમાં અટલ સેતુ ખાલી દેખાઇ રહ્યો છે. કેરળથી હોવાના કારણે અમે વિચાર્યું કે મુંબઈમાં ટ્રાફિક કદાચ આટલો ઓછો હોતો હશે. એટલે અમે અમારા મિત્રો પાસેથી જાણકારી મેળવી.

આ પણ વાંચો: Rashmika Mandana, Tripti Dimri નહીં પણ હવે આ એક્ટ્રેસ છે National Crush, ફોટો જોશો તો…

આટલું લખ્યા બાદ કેરળ કોંગ્રેસે એક્સ એકાઉન્ટ પર રાજીવ ગાંધી બાંદ્રા-વરલી સી-લિંકનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘જુઓ, અટલ સેતું ખાલી દેખાઇ રહ્યો છે જ્યારે રાજીવ ગાંધી બાંદ્રા-વરલી સી-લિંક પર તેના કરતાં વધુ ટ્રાફિક છે. તમે આ વીડિયો જોઇ શકો છો.’

ઉલ્લેખનીય છે કે રશ્મિકાએ શેર કરેલા વીડિયોમાં અટલ સેતુના વખાણ કર્યા હતા અને ટ્રાન્સ-હાર્બર લિંકના કારણે લોકોને કેટલો ફાયદો થઇ રહ્યો છે તે પણ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રશ્મિકાના ટ્વિટ પર રિપ્લાય આપ્યો હતો. આ પહેલા પણ એક ઇન્ટરવ્યૂમાં રશ્મિકાએ અટલ સેતુના વખાણ કર્યા હતા.

પુષ્પા ફિલ્મથી જાણીતી બનેલી રશ્મિકાના મંદાના વક્ર ફ્રન્ટની વાત કરીએ તો પુષ્પા પાર્ટ ટૂની તેના ચાહકોને ઈંતજારી છે, જ્યારે રશ્મિકાએ એનિમલ ફિલ્મમાં પણ ધૂમ મચાવી હતી. અફેરની વાત કરીએ તો અગાઉ રશ્મિકાની સગાઈ વિજય દેવરાકોંડા સાથે કરવાની વાતને લઈ લાઈમલાઈટમાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button