IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

RCB in Playoff: સ્ટેડીયમમાં બેઠેલી અનુષ્કાની આંખમાં આંસુ, ચાહકોએ આખી રાત રોડ પર ઉજવણી કરી

Bengaluru: ગઈ કાલે સાંજે બેંગલુરુના ચિદમ્બરમ સ્ટેડીયમમા IPLનો રોમાંચક મેચ જોવા મળી હતી, રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB)એ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને હરાવી પ્લેઓફમાં સ્થાન બનાવ્યું છે, IPLની આ સીઝનમાં નિરાશાજનક શરૂઆત બાદ RCBએ પ્લેઓફમાં ક્વોલિફાય(RCB qualified for playoff) કરી લેતાં ચાહકોમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. મેચ જીતતાની સાથે જ બાઉન્ડ્રી પર ઉભેલો વિરાટ કોહલી મેદાનમાં જોશ પૂર્વક દોડતો અને સાથી ખેલાડીઓને ગળે મળતો જોવા મળ્યો હતો. જીત બાદ વિરાટની આંખોમાં ખુશીના આંસુ જોઈ શકતા હતા, સ્ટેડીયમમાં હાજર અનુષ્કા શર્માની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ હતી.

RCBએ પ્રથમ બેટિંગ કરતા 218 રણ બનાવ્યા હતા, CSK આ મેચ ના જીતે તો પણ પ્લેઓફમાં પ્રવેશી શકે એમ હતું, ક્વોલિફાય થવા CSKને 201 રન બનાવવાના હતા, પરંતુ CSKના બેટ્સમેન માત્ર 191 રન જ બનાવી શક્યા. યશ દયાલે છેલ્લી ઓવરમાં માત્ર સાત રન જ આપી હીરો RCB માટે સાબિત થયો હતો.

મેચ જોવા સ્ટેન્ડમાં બેઠેલી અનુષ્કા શર્મા આખો સમય ચિંતામાં દેખાતી હતી. RCB જીતતાની સાથે જ અનુષ્કા પણ ખુશીથી ઉછળી પડી હતી. તેણે બંને હાથ ઉંચા કરીને વિરાટ કોહલીની સ્ટાઈલમાં ઉજવણી કરી. તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તે ભાવુક થઈ ગઈ છે, તેની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.

મેચ પત્ય બાદ RCBની ટીમ રાત્રે લગભગ 1.30 વાગ્યે સ્ટેડિયમમાંથી બહાર નીકળી હતી. આરસીબીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ચાહકો રસ્તાની બંને બાજુ ઉભા જોવા મળ્યા હતા. ટીમની બસ હોટેલ પહોંચી ત્યાં સુધી ચાહકોની સતત ભીડ જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં ચાહકો આખી રાત ઉજવણી કકરતા રહ્યા હતા.

Also Read –

IPL 2024ઃ CSKની હારનું ઠીકરું ફૂટ્યું આ ખેલાડીના માથા પર

IPL 2024ઃ ઉંમર 42 વર્ષ… બેટ્સમેને ફટકારી 110 મીટરની મોન્સ્ટર સિક્સ… બોલર સ્તબ્ધ થઈ ગયો

ડુ પ્લેસી (Du Plessis)એ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ છેલ્લી ઓવરના હીરો યશ દયાલ (Yash Dayal)ને અર્પણ કર્યો

આરસીબી (RCB) વિજયની સિક્સર સાથે પ્લે-ઑફમાં, કોહલી (Virat Kohli) બન્યો નંબર-વન સિક્સ-હિટર

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button