નેશનલ

Numerology Love Life: આ મૂળાંકવાળો વર શોધશો તો જલસા થઈ જશે

લગ્ન સમયે કુંડળી જોવાનું હજુ ઘણા પસંદ કરે છે. જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે અને તે પણ જીવનસાથી વિશે તેના મૂળાંકોના આધારે માહિતી આપી શકે છે. દરેક વ્યક્તિનો તેની જન્મતારીખના આધારે મૂળાંક હોય છે. 1થી 9 સુધીના મૂળાંકની સંખ્યા હોય છે. માનો કે કોઈનો જન્મ 27 તારીખે થયો છે, તેનો મૂળાંક 9 થાય છે અને કોઈનો જન્મ 11 તારીખે થયો છે તો તેનો મૂળાંક 2 થાય છે. દરેક મૂળાંકનો અધિપતિ એક ગ્રહ હોય છે. છોકરીઓ માટે ઘણા મૂળાંક શુભ માનવામાં આવે છે જ્યારે જે છોકરાની જન્મતારીખનો મૂળાંક 4 હોય તે છોકરીઓ માટે શુભ છે. તેમનો અધિપતિ ગ્રહ રાહુ છે. 4, 13, 22 કે 31 તારીખે જન્મેલા છોકરાઓ વિશે અંકશાસ્ત્રીઓ એમ કહે છે કે તેઓ પત્નીને ખૂબ પ્રેમ કરે છે, તેની દરકાર કરે છે.

લગ્ન પછી દરેક છોકરી ઈચ્છે છે કે તેનો પતિ તેને ઘણો પ્રેમ કરે. જો તમે પણ કંઈક આવું જ વિચારી રહ્યા છો તો 4 નંબર વાળા છોકરાઓ તમારી ઈચ્છા સારી રીતે પૂરી કરી શકે છે. જે છોકરાઓનો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો હોય તેઓ પોતાની પત્નીનું ખૂબ સન્માન કરે છે. તે પોતાના સંબંધોને સંપૂર્ણ ઈમાનદારીથી જાળવી રાખે છે. તેની પત્નીને પ્રેમ કરવાથી લઈને તેની સંભાળ રાખવા સુધી તે તેની ખૂબ કાળજી રાખે છે. ઉપરાંત, તેઓ તેમના જીવનસાથીને ખૂબ ખુશ રાખે છે.

મૂળાંક નંબર 4 ના છોકરાઓ બીજાનું દુ:ખ જોઈને પોતે પરેશાન થઈ જાય છે. આ છોકરાઓ જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા આગળ હોય છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે, જેના કારણે કોઈપણ તેમના તરફ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. તેઓ એ પણ જાણે છે કે કેવી રીતે બીજાના મન સરળતાથી વાંચી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button