બૉલીવુડમાં પોતાની અદાકારીથી અલગ ઓળખ મેળવનારી અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ભારતીય જાણતા પાર્ટીએ કંગનાને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી તેને ઉમેદવાર તરીકે મેદાને ઉતારી છે (candidate Mandi Lok Sabha seat in Himachal Pradesh). જેને લઈને કંગનાને ભારે ઉત્સાહ છે અને પોતાની જીત નિશ્ચિત છે તેવો વિશ્વાસ પણ દર્શાવી રહી છે. પોતાની અભિનય કારકિર્દીમાં તેને ઘણા બધા એવોર્ડ્સ મેળવ્યા છે. તેમને રાષ્ટ્રીય સિનેમા પુરસ્કાર અને પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. પરંતુ હવે રાજકારણમાં આવ્યા બાદ કંગના એક નવો એવોર્ડ જીતવાની ઈચ્છા ધરાવે છે.
કંગનાને હવે બેસ્ટ MP (સાંસદ) નો એવોર્ડ મેળવવાની ઈચ્છા છે.આ ઈચ્છા વ્યક્ત કરતા કંગના રનૌતે કહ્યું – મને લાગે છે કે મેં જે પણ એવોર્ડ જીત્યા છે, પછી તે નેશનલ એવોર્ડ હોય કે પદ્મશ્રી એવોર્ડ, પરંતુ જો આવનારા સમયમાં મને ‘એમપી ઓફ ધ યર એવોર્ડ’ મળે તો મને ખૂબ જ આનંદ થશે. અમારી પાર્ટીમાં કે વચનોમાં પીએમ મોદીની ગેરંટીઓને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. મને નથી લાગતું કે અન્ય પક્ષો પાસે આપણા જેવા કડક પ્રોટોકોલ છે.
કંગનાની ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. અગાઉ આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ ચૂંટણીને કારણે તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.
અભિનેત્રીની ટીમે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી અને લખ્યું- અમારું દિલ પ્રેમથી ભરેલું છે, આજના સમયમાં કંગના રનૌતને જે પ્રકારનો પ્રેમ મળી રહ્યો છે તે જોવું આપણા બધા માટે ભાગ્યશાળી છે. કંગના હાલ પોતાના દેશની સેવામાં વ્યસ્ત છે. અને દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આ સમયે પ્રાથમિકતા છે. આવી સ્થિતિમાં અમારી ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે.
‘અમે વચન આપીએ છીએ કે અમે ફિલ્મની નવી રિલીઝ ડેટ સાથે તમારી સામે ફરીશું અને તમને નિરાશ નહીં કરીએ. તમે જે રીતે અમને ટેકો આપી રહ્યા છો તે રીતે તમે બધા અમને સપોર્ટ કરતા રહો. ઈમરજન્સી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે કંગનાની ઈમરજન્સી ફિલ્મ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન કંગનાએ પોતે કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.