ટોપ ન્યૂઝનેશનલ

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં બીજેપી નેતાની હત્યા

અનંતનાગ: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(Jammu and Kshmir)માં આતંકવાદીઓ છેલ્લા ઘણા સમયથી છૂટક ફાયરીંગની ઘટના(Terrorist Attack)ને અંજામ આપી આતંક ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગઈ કાલે પ્રદેશમાં બે નાપાક ઘટનાને અંજામ આપ્યો હતો, આતંકવાદીઓએ શોપિયાં(Shopian) અને અનંતનાગ(Anantnag)માં આતંકવાદીઓએ ફાયરીંગ કર્યું હતું.

શોપિયાના હીરપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર કર્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આતંકવાદીઓએ અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક કપલને ગોળી મારી હતી. એક અહેવાલ મુજબ આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પ પર ગોળીઓ ચલાવી હતી, જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળીઓ વાગી છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મળતી માહિતી મુજબ, પતિ-પત્ની બંનેનેની હાલત ગંભીર છે.

આ ઘટનાઓ અંગે IGP કાશ્મીરે કહ્યું કે આતંકવાદીઓ નિઃશસ્ત્ર લોકોને નિશાન બનાવીને ઘાટીમાં શાંતિ સ્થાપવાના અમારા પ્રયાસોને રોકી નહીં શકે. તેમણે કહ્યું કે કાશ્મીરના ત્રણેય વિસ્તારોમાં ખાસ કરીને વિદેશી આતંકવાદીઓ વિરુદ્ધ અમારું ઓપરેશન એક સાથે ચાલુ રહેશે.

આ આતંકવાદી હુમલા અંગે PDP નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આજે પહેલગામમાં થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ જેમાં બે પ્રવાસીઓ ઘાયલ થયા, ત્યારબાદ શોપિયાંના હીરપોરામાં ભૂતપૂર્વ સરપંચ પર હુમલો થયો હતો. આ હુમલાઓનો સમય ચિંતાનો વિષય છે, દક્ષિણ કાશ્મીરમાં ચૂંટણી કોઈપણ કારણ વગર વિલંબિત થઈ. આ ખાસ કરીને ચિંતાનો વિષય છે કારણ કે ભારત સરકાર સતત દાવો કરી રહી છે કે અહીં સ્થિતિ સામાન્ય છે.

જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ પણ અનંતનાગ અને શોપિયાંમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું છે કે આવા કૃત્યો જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવામાં ગંભીર અવરોધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ