Jaya Bachchanની સામે જ આ એક્ટ્રેસના વખાણ કરવા લાગ્યા Amitabh Bachchan અને…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવાર (Bachchan Family)નો દબદબો જ અલગ છે અને જ્યારે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ઉલ્લેખ આવે ત્યારે કપૂર અને બચ્ચન પરિવારનું નામ આવે આવે ને આવે જ… પરંતુ જરા વિચારો કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પત્ની જયા બચ્ચન (Jaya Bachchan)ની સામે જ કોઈ બીજી એક્ટ્રેસના વખાણ કરવા લાગે ત્યારે શું થાય? ચાલો મગજ પર વધારે જોર ના આપો તમને શું થાય એ જણાવી જ દઈએ…
સોશિયલ મીડિયા પર થોડાક સમય પહેલાં એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો હતો જેમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની અને જયા બચ્ચન એક સઆથે જોવા મળી રહ્યા છે. આ ચારેય વચ્ચે એક સારો બોન્ડ જોવા મળી રહ્યો છે. ચારેય જણા એક ઈવેન્ટમાં એક સાથે મંચ પર જોવા મળ્યા હતા.
બસ આ સમયે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) માઈક પર જ પોતાની કો-એક્ટ્રેસ અને ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini)ના વખાણ કરવા લાગે છે. એ સમયે જયા બચ્ચન પણ તેમની સામે જ બેઠા હતા. પતિની આ હરકત જોઈને જયાના ચહેરા પર સ્માઈલ આવે છે. બિગ બી હેમા માલિનીના વખાણ કરતાં કહ્યું હતું કે જયા જી મને કહી રહ્યા હતા કે હેમા જી કેટલું તકામ કરે છે, રાજકારણમાં, પાર્લિયામેન્ટમાં જાય છે, મથુરા સંભાળે છે, નૃત્ય પણ કરે છે, ડાન્સના પર્ફોર્મન્સ પણ થાય છે, ગીત પણ ગાય છે… આપણે કંઈ જ નથી કરતા…
જેવી બિગ બી પોતાનું બોલવાનું શરૂ કરે છે એટલે તરત જ ધર્મેન્દ્ર (Dharmendra) માઈક પોતાના હાથમાં લે છે કહે છે કે જરા પોતાના દિલને પૂછો અમિત કેટલું ખોટું બોલી રહ્યા છે. પૂરી ઈન્ડસ્ટ્રીનું એન્જિન છે તે અને બધા એની પાછળ છૂક છૂક કરીને ચાલી રહ્યા છે. હું જોઈ રહ્યો છું કે તે કઈ સ્પીડ પર કામ કરે છે. કોશિશ કરું છું, પણ તે સતત કંઈકને કંઈક નવું કરતો જ રહે છે. આ મારો નાનો ભાઈ છે અને ભગવાન એને લાંબી ઉંમર આપે એવી પ્રાર્થના કરું છું…
અત્રે ઉલ્લેખનીય છે કે હેમા માલિની, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને એક સાથે રમેશ સિપ્પીની ફિલ્મ શોલેમાં કામ કર્યું હતું અને એ સમયે પણ લોકોએ તેમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી.