સ્પોર્ટસ

Badminton : Satwik – Chirag ફક્ત 35 મિનિટમાં પહોંચી ગયા ફાઇનલમાં, ચાઇનીઝ તાઇપેઇ પછી હવે ચીનની જોડીને પડકારશે

Bangkok: આંધ્ર પ્રદેશના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને મુંબઈના ચિરાગ શેટ્ટીની જોડી હજી સાત મહિના પહેલાં મેન્સ બૅડ્મિન્ટનમાં વર્લ્ડ નંબર-વન બની હતી અને હાલમાં ત્રીજા સ્થાને છે અને મોટી ટૂર્નામેન્ટ જીતવાને કારણે બીજા નંબર પર આવી શકે એમ છે. સાત્વિક-ચિરાગે અહીં શનિવારે એ દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું હતું, કારણકે તેમણે થાઇલૅન્ડ ઓપન (Thailand Open) બૅડ્મિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલમાં આસાનીથી પ્રવેશ કર્યો હતો. તેમણે સેમિ ફાઇનલમાં 35 મિનિટમાં વિજય મેળવી લીધો હતો.

સાત્વિક-ચિરાગ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ છે. તેમણે સેમિ ફાઇનલમાં વિશ્ર્વમાં 80મો નંબર ધરાવતા ચાઇનીઝ તાઇપેઈના લુ મિન્ગ-ચે અને ટૉન્ગ કેઇ-વેઇને 21-11, 21-12થી હરાવી દીધા હતા.
હવે રવિવારની ફાઇનલમાં સાત્વિક-ચિરાગ સામે ચીનના હરીફો આવી ગયા છે. સાત્સિક-ચિરાગ આ ટૂર્નામેન્ટમાં ટૉપ-સીડેડ છે અને નિર્ણાયક મુકાબલામાં તેમની ટક્કર ચેન બો યૉન્ગ અને લિઉ ફી સાથે થશે. ચીનની આ જોડીએ સેમિ ફાઇનલમાં સાઉથ કોરિયન હરીફો કિમ જુન્ગ અને કિમ રૉન્ગને 21-19, 21-18થી પરાજિત કર્યા હતા.
સાત્વિક-ચિરાગ માટે થાઇલૅન્ડ બહુ નસીબવંતુ છે. પાંચ વર્ષ પહેલાં અહીં તેઓ પ્રથમ સુપર-500 પ્રકારની ટૂર્નામેન્ટ જીત્યા હતા અને હવે રવિવારે એ જ વર્ગની ટૂર્નામેન્ટનું ટાઇટલ ફરી જીતવાનો તેમને મોકો છે.

જોકે છેલ્લા થોડા મહિના સાત્વિક-ચિરાગ માટે સારા નથી રહ્યા. તેઓ ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપમાં બીજા રાઉન્ડમાં જ હારી ગયા હતા અને પછી સાત્વિકની ઈજાને લીધે એશિયન ચૅમ્પિયનશિપમાં નહોતા રમી શક્યા. થૉમસ કપમાં પણ તેમણે નબળું પર્ફોર્મ કર્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત