Joe Biden ને ભારતને જેનોફોબિક ગણાવ્યા બાદ અમેરિકાનો યુ-ટર્ન , કહ્યું ભારત વાઇબ્રન્ટ લોકશાહી ધરાવતો દેશ
ન્યુયોર્ક : અમેરિકાના (America)રાષ્ટ્રપતિ જો બિડેને(Joe Biden) ભારતને (India) ‘જેનોફોબિક’ કહ્યાના બે અઠવાડિયા બાદ વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ ભારતને ‘વાઇબ્રન્ટ લોકશાહી’ (Democracy) ધરાવતો દેશ ગણાવ્યો છે. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓ અંગેના એક પ્રશ્નના જવાબમાં જોન કિર્બીએ કહ્યું હતું કે, વિશ્વમાં ભારત કરતાં વધુ વાઇબ્રન્ટ લોકશાહી ક્યાય નથી.
અમે ભારતીય લોકોની પ્રશંસા કરીએ છીએ
તેમણે ઉમેર્યું કે, ” વિશ્વમાં ભારત જેવી વાઇબ્રન્ટ લોકશાહી બીજે કયાય જોવા નથી મળતી. અમે ભારતીય લોકોની પ્રશંસા કરીએ છીએ. તેમનામાં મત આપવાની અન ભાવિ સરકારમાં વિશ્વાસ મૂકવાની ક્ષમતા છે. અમે તેમને મતદાન માટે શુભેચ્છા પાઠવીએ છીએ. જ્હોન કિર્બીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં પત્રકારોને આ બાબત જણાવી હતી. જ્હોન કિર્બીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત-અમેરિકાના સંબંધો છેલ્લા ત્રણ વર્ષમાં મજબૂત થયા છે. ભારત સાથે અમારો સંબંધ ખૂબ જ ગાઢ છે.
વડાપ્રધાન મોદીના આભારી
વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “અમે તેમને દેશની મુલાકાત દરમિયાન જોયા હતા. અમે તમામ પ્રકારની નવી પહેલની શરૂઆત કરી છે. તેમજ મહત્વપૂર્ણ નવી તકનીકો પર સાથે મળીને કામ કર્યું છે અને ઈન્ડો-પેસિફિક ક્વાડની સુસંગતતા વધારી અને વિસ્તૃત કરી છે. જેમાં ભારત એક ભાગીદાર છે. આ પ્રયાસ માટે અમે વડાપ્રધાન મોદીના આભારી છીએ.”