દેવેગૌડાએ Prajwal Revanna કેસમાં મૌન તોડ્યું, કહ્યું બીજા અનેક લોકો પણ સામેલ

New Delhi: ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાએ(Deve Gowda) તેમના પૌત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્ના(Prajwal Revanna) સાથે સંકળાયેલા કથિત જાતીય શોષણ કેસ પર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે આમાં બીજા અનેક લોકો સામેલ છે. દરેક સામે કાર્યવાહી થવી જોઈએ. આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે પગલાં લેવા જોઈએ, તેમણે કહ્યું હું તેમનું નામ નહિ લઉં. પ્રજ્વલ રેવન્ના પર લાગેલા આરોપો પર દેવેગૌડાની આ પહેલી પ્રતિક્રિયા છે. જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્ના હાલ જર્મનીમાં છે.
Also Read – રેવન્ના સેક્સકાંડમાં SITની સામે પડકાર : હેલ્પલાઇન જાહેર કરાઇ હોવા છતાં કોઈ પીડિતા આગળ નથી આવી !
તેમના પૌત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે
દેવેગૌડાએ એમ પણ કહ્યું કે તેમના પૌત્ર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ રેવન્નાના સંબંધમાં જે લોકોએ જોયું છે તેમની વિરુદ્ધ શું કરવામાં આવ્યું છે. તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા છે અને અન્ય આદેશ બાકી છે. આ મહિનાની શરૂઆતમાં કર્ણાટક પોલીસે એક મહિલાના કથિત જાતીય શોષણ કેસમાં પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન મળ્યા હતા.આ દરમિયાન જેડીએસ નેતાએ પીડિતો માટે નાણાકીય વળતરની પણ માંગ કરી હતી અને કહ્યું હતું કે એચડી કુમારસ્વામી પહેલા પણ આવી માંગ કરી ચૂક્યા છે.
દેવગૌડાએ જન્મદિવસની ઉજવણી રદ કરી
આ વિવાદને જોતા દેવગૌડા પોતાનો જન્મદિવસ ઉજવવાના મૂડમાં નથી અને તેમણે ઉજવણી રદ કરી દીધી છે. આજે તેમનો 91મો જન્મદિવસ છે. કોંગ્રેસ સરકાર દ્વારા રચવામાં આવેલી કર્ણાટક પોલીસની વિશેષ તપાસ ટીમ દ્વારા હાસનના સાંસદ પ્રજ્વલ સામેના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
Also Read –