પંકજ ત્રિપાઠી પર કેમ ભડક્યા ‘પંચાયત’ના વિધાયકજી
વેબ સિરીઝ ‘Panchayat’ની ત્રીજી સીઝન 28 મેના રોજ રીલિઝ થવાની છે. આ સિરીઝમાં પંકજ ઝાએ MLAની ભૂમિકા ભજવી છે. પંકજ એક ઉમદા અભિનેતા છે. તેમણે ઘણા ટીવી શો, ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. પંકજ ઝાની અભિનય કારકિર્દી 2 દાયકાથી વધુ લાંબી છે. તેઓ પંચાયતમાં ધારાસભ્ય ચંદ્ર કિશોરની ભૂમિકા ભજવી રહ્યા છે, જેમને ફૂલેરાના લોકો વિધાયકજી કહે છે. પંકજ ઝાએ હાલમાં જ પંકજ ત્રિપાઠી પર નિશાન સાધ્યું હતું. ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’માં તેમની જગ્યા પંકજ ત્રિપાઠીએ લીધી હતી. આ એ જ ફિલ્મ છે જેણે પંકજ ત્રિપાઠીને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. હવે પંકજ ઝાએ પંકજ ત્રિપાઠી પર તેમની ‘સ્ટ્રગલ’ને ગ્લેમરાઇઝ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મુકેશ છાબરાએ તેની જગ્યાએ પંકજ ત્રિપાઠીને ગેંગ્સ ઓફ વાસેપુરમાં લીધો હતો, તેમ છતાં તેને શરૂઆતમાં સુલતાનની ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.
એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં પંકજ ઝાએ તેમના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, “મને ‘સંઘર્ષ’ શબ્દ પસંદ નથી. જો તમે તમારા જુસ્સાને અનુસરવાનું પસંદ કર્યું હોય, તો તમારે તેનો આનંદ માણવો જોઈએ. પણ મેં જોયું છે કે લોકો તેમના સંઘર્ષને ગ્લેમરાઇઝ કરવાનું પસંદ કરે છે, કેટલાક લોકો કહે છે કે તેઓ બટાકા વેચતા હતા, તો કેટલાક લોકો કહે છે કે તેઓ નાના ઘરમાં રહેતા હતા, અને કેટલાક કહે છે કે તેઓએ ચપ્પલ ચોરી કર્યા હતા. મને લાગે છે કે દરેક પરિસ્થિતિ એ શીખવાનો અનુભવ છે. ( અહીં ચપ્પલની ચોરીનો ઉલ્લેખ એ હકીકતનો સંદર્ભ હોઈ શકે છે કે પંકજ ત્રિપાઠીએ હોટલમાં કામ કરતી વખતે મનોજ બાજપેયીના ચપ્પલની ચોરી કરી હતી. જ્યારે પંકજ ત્રિપાઠી કપિલ શર્માના શોમાં આવ્યા હતા, ત્યારે તેમણે તેમના સંઘર્ષના દિવસોની વાર્તા સંભળાવી હતી. પંકજે જણાવ્યું હતું કે તેઓ હોટલમાં કામ કરતા હતા. મનોજ બાજપેયી એક વખત ત્યાં રહેવા આવ્યા હતા. ત્યારે પંકજે તેમના ચપ્પલની ચોરી કરીને સંભારણું તરીકે રાખ્યું હતું.)
પંકજ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, પંકજ ત્રિપાઠીમાં ભારે અહંકાર છે. જો તમે તેમને અભિવાદન ન કરો, અથવા જો તમે તમારો અભિપ્રાય વ્યક્ત કરો તો તેઓ નારાજ થઈ જાય છે. તેઓ એટલા પરેશાન થઈ જાય છે કે તેઓ ફરીથી તમારી સાથે કામ કરવાની ના પાડી દે છે અને તેમના મિત્રોને પણ તમારી સાથે કામ ન કરવા કહે છે. આ મારી સાથે થયું છે, એમ તેમણે કહ્યું હતું. આવા અનુભવનું ઉદાહરણ આપવાનું કહેવામાં આવતાં તેમણે વધુમાં કહ્યું હતું કે, હું વાસેપુર કરવા જઈ રહ્યો હતો, અને મને મુકેશ છાબરાનો ફોન આવ્યો. હું પટનામાં હતો તેથી થોડા દિવસો પછી પાછો આવ્યો. ત્યાં સુધીમાં, હું જે પાત્ર ભજવવાનો હતો તે ભજવવા માટે તેઓએ બીજા કોઈને બોલાવ્યા. આ વાસેપુરની સુલતાન ગેંગ્સનો રોલ હતો. મેં તેમને કારણ પૂછ્યું, પરંતુ તે પછી, મને તે પ્રોડક્શન હાઉસ તરફથી ફોન આવ્યો નહીં.
દરમિયાન વર્ક ફ્રન્ટ પર પંકજ ત્રિપાઠી છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળ્યા હતા. હવે તેઓ સ્ત્રી-ૃ2માં જોવા મળશે. આ દરમિયાન પંકજ ઝા પંચાયત સિઝન 3માં જોવા મળશે.