શનિવારે આટલી પૂજા કરી શનિદેવની કૃપા મેળવો….
હિન્દુ ધર્મમાં શનિવારનું ખૂબ જ માહાત્મ્ય રહ્યું છે. આજના દિવસે શનિદેવની ઉપાસના કરવાનું વિશેષ ફળ મળે છે. જે લોકો લાંબા સમયથી શનિ દોષથી પીડિત હોય તેમણે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે શનિદેવની પૂજા જરૂરથી કરવી જોઈએ. શનિવારે શનિદેવને તેલ અર્પણ કરીને પૂજા કરો. શનિવારનું વ્રત પણ કરી શકાય છે. શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસિયાના તેલનો દીવો કરો અને જળ અર્પણ કરો. શનિવારે સાંજના સમયે પીપળાના વૃક્ષનું પૂજન કરી તેની પાસે સરસવના તેલનો દીવો કરવો જોઈએ.
જો કામકાજમાં આપની પ્રગતિમાં અવરોધ આવતો હોય તો દર શનિવારે પીપળાના ઝાડ પર કાળા તલ અને જળ અર્પણ કરવા જોઈએ. શનિવારે શનિદેવના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી કામમાં પ્રગતિ આવશે.
જો શનિદેવની કૂદ્રષ્ટિ આવી પડે તો રાતોરાત દરિદ્રતા આવી પાડે છે અને શનિદેવની કૃપા રાજાને રંક બનાવનારી છે અને રંકને રાજા બનાવનારી છે. જો કુંડળીમાં પણ શનિદેવની વક્રદ્રષ્ટિ હોય તો શનિદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ અને ઉપરાંત કાળા શ્વાનની સેવ કરવી જોઈએ.