Taiwan ની સંસદ ચર્ચા દરમ્યાન અખાડો બની, સાંસદો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા
તાઈપાઇ : તાઈવાનની(Taiwan) સંસદમાં શુક્રવારે સાંસદો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. કેટલાક કાયદાઓમાં ફેરફાર પર આક્રમક ચર્ચા દરમિયાન સાંસદો વચ્ચે વિવાદ થયો અને આ પછી વિવાદ છૂટા હાથની મારામારી સુધી પહોંચ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાંસદો વચ્ચે ઝપાઝપી ત્યારે થઈ જ્યારે સંસદમાં સરકારના કામ પર નજર રાખવા માટે સાંસદોને વધુ સત્તા આપવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની હતી. સોશિયલ મીડિયા (Social Media) પરના એક વીડિયોમાં સાંસદો ફાઇલો છીનવીને સંસદની બહાર ભાગતા જોવા મળે છે.
ઘણા સાંસદ ટેબલ પર કૂદતા હતા
અન્ય એક વિડિયોમાં કેટલાક સાંસદો સ્પીકરની સીટને ઘેરી વળે છે. જેમાં ઘણા ટેબલ પર કૂદતા હતા અને અન્ય તેમના સાથીદારોને ફ્લોર પર ખેંચતા હતા. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-ટે સોમવારે બહુમતી વિના કાર્યભાર સંભાળે તેના થોડા દિવસો પહેલા જ આ વિવાદ સામે આવ્યો છે.એક ટીવી ચેનલના અહેવાલમાં સાંસદ અન્યો સાથે અથડામણ કરતા અને પછી પડી જતા બતાવે છે.
ગૃહની બહાર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (DPP) અને કુઓમિન્ટાંગ (KMT) કથિત રીતે નવા કાયદાને લઇને આમને સામને છે. જે સંસદમાં ખોટું નિવેદન આપનારા અધિકારીઓને ગુનેગાર બનાવશે. સાંસદો ગૃહમાં પ્રવેશે તે પહેલા જ ચર્ચા જોર પકડયું હતું અને સભ્યોએ ગૃહની બહાર એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા હતા.
વિવાદો વચ્ચે નવી સરકારની રચના
નવી સરકારની રચના પહેલાથી જ વિવાદમાં છે કારણ કે જાન્યુઆરીમાં ચૂંટણી જીતવા છતાં લાઈની( (Lai) ડીપીપી સંસદમાં બહુમતી ગુમાવી ચૂકયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષ કેએમટી પાસે ડીપીપી કરતા વધુ બેઠકો છે, પરંતુ બહુમતી બનાવવા માટે પૂરતી નથી. તે TPP સાથે ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જે સંસદની 113માંથી આઠ બેઠકો નિયંત્રિત કરે છે.