બોરકુમના જળમાર્ગ્ો નોર્થ સીનો અલગ ચહેરો…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી
નોર્ડનમાં જોવાલાયક ઘણું બધું છે. છતાંય ત્યાં આવનાર મોટાભાગનાં લોકો ત્ોનો ઉપયોગ આગળ ફ્રિઝન ટાપુઓ સુધી જવા માટે જ કરે છે. અમે પણ ત્ો સવારે તો એ જ આશયથી ઊઠેલાં. દીપક અન્ો અદિતિ પહેલાં ત્યાં આવી ચૂકેલાં એટલે અમન્ો બધેય એક્સપર્ટ ત્ૌયારી મળી રહી હતી. વળી કોફી સાથે અખતરા કરવાનો શોખીન દીપક પોતાનું એરોપ્રેસ કોફી મેકર પણ સાથે લાવેલો. હોલીડે હોમના કિચનમાં જન્ોરિક કોફી મશીન હતું તો પણ ત્ોણે અમન્ો બધાંનેે પોતાના નવા મશીનમાં તાજી દળેલી કોફી બનાવીન્ો જલસા કરાવ્યા. બાકી બ્રેકફાસ્ટનો સામાન અમે આગલી સાંજે શોપ કરી ચૂકેલાં. મજેદાર બ્ોકયાર્ડવાળા હોલીડે હોમમાં ધાર્યાં કરતા જરા વધુ આરામથી નાસ્તો થયો. સવારે નિશ્ર્ચિત સમયે ફેરી નીકળતી હતી અન્ો ટાપુ પર રાત રોકાયા વિના પ્ાૂરતો સમય રોકાવું હોય તો અમારે દસ વાગ્યા પહેલાં તો ફેરી લેવી જ પડે ત્ોમ હતું.
ઘણાં તો ટ્રેનથી આવીનેે સીધા ફેરી લેતાં અન્ો પછી આખું વેકેશન આયલેન્ડ પરની જ કોઈ હોટલ કે રિસોર્ટમાં ગાળવાનું પસંદ કરતાં. કારથી આવેલાં માટે ત્યાં લોંગટર્મ કાર પાર્કિંગની પણ વ્યવસ્થા હતી. કાર પાર્કની ભીડ અન્ો ટ્રેનની ફ્રિકવન્સી જોઈન્ો ખાતરી થઈ ગઈ હતી કે ટાપુઓ ભલે પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિન્ોશનના લિસ્ટથી છુપાવવામાં આવતા હોય, ત્યાં મુલાકાતીઓની કોઈ કમી નહિ હોવાની. વળી અમારી બોરકુમની બોટ તો નજીકના એમડેન ગામથી હતી. ત્યાં અમન્ો પાર્કિંગ ઘણું દૂર મળ્યું, જોકે ફેરીની ટિકિટ પહેલેથી જ ત્ૌયાર હતી. અમે સમયસર ભવ્ય બોટના ડેક પર હતાં. રાતની ફ્રોસ્ટ અન્ો વરસાદના કારણે ત્યાં ખુરશીઓ ભીની હતી. અમે પણ વિન્ડશીટર અન્ો છત્રીઓ સાથે સજ્જ આવેલાં. દિવસ દરમ્યાન પણ હવા અન્ો વરસાદ સાથે જ ચાલી રહૃાાં હતાં.
અમે ભીની બ્ોન્ચ પર બ્ોસીન્ો જલસાથી વાતો ચાલુ કરી. ફેરીમાં નીચે રેસ્ટોરાં પણ હતું જ. ઇચ્છા થાય તો ત્યાં પણ જવાનું શક્ય હતું જ. વરસાદ અન્ો ખરાબ વેધરની આગાહી છતાંય ત્યાં આવી પહોંચેલાં લોકોન્ો વેધરની જરાય પડી ન હતી. અમે પણ પહેલેથી જ જાણતા હતાં કે ઓક્ટોબરમાં ત્યાં તડકો જોવા મળી જાય તો ચમત્કાર જ કહેવાશે. આમ પણ ખ્યાતનામ જર્મન કહેવત છે જ કે ‘ધેર ઇઝ નો રોંગ વેધર, ઓન્લી રોંગ ક્લોધ્ઝ.
નોર્ડન પાસ્ોના ટાપુઓ બોરકુમ અન્ો નોર્ડનાઇ ત્ોના હવામાન માટે જાણીતા છે. વૃદ્ધ જર્મનો અહીં ખાસ હવાફેર કરવા આવે છે. અહીંની હવામાં ખાસ આયોડિનનું પ્રમાણ એવું છે કે અહીં લોકોન્ો ઘણી બીમારીઓમાં રાહત અનુભવાય છે. એટલું જ નહીં, અહીં દરિયાકિનારે એવાં મસાજ અન્ો સૉનાની વ્યવસ્થા પણ છે કે માણસ ટ્રીટમેન્ટ લઈન્ો સીધું દરિયાના પાણીમાં પડી શકે. ત્ો સમયે સવારમાં ફેરી પર જે રીતનો પવન લાગતો હતો ત્ોમાં પાણીમાં પડવાનો તો વિચાર કરીન્ો પણ એક્સ્ટ્રા જેકેટ પહેરવાની ઇચ્છા થઈ આવતી હતી. એમડેનથી બોરકુમનો સ્ટ્રેચ એકદમ ફાસ્ટ સ્પીડ બોટ પર હતો. ત્યાં અમે વ્યુ અન્ો કોફી સાથે વધુ જલસા કર્યા. ખાસ તો એટલા માટે પણ કે ત્યાં પ્ોનોરમા કેબિનની અંદર હીટિંગ ચાલુ હતી.
એક વાર બોરકુમ પહોંચ્યા પછી પણ ત્યાં ફેરી સ્ટેશનથી એક ટ્રેન લઇન્ો શહેરમાં જવું પડે છે. ત્ો ટ્રેન સતત ચાલતી જ રહે છે અન્ો ત્ોનું ફેરી સાથે સારું ક્ધોક્શન છે. અહીં જે રીત્ો બધું સમયસર ચાલી રહૃાું હતું ત્ોનાથી મેઇનલેન્ડ જર્મનીમાં ડોઇચેબ્હાનની તકલીફોથી ત્રસ્ત લોકોન્ો તો અહીં ઘણી રાહત થતી હશે. બોરકુમ કોઈ પોર્ટ ટાઉન, અત્યંત વ્યસ્ત ટૂરિસ્ટિક ટાપુ અન્ો સાંસ્કૃતિક હબનું અનોખું કોમ્બિન્ોશન જેવું લાગતું હતું. અહીં હવામાં જરા અનોખી શાંતિ હતી. સ્ોન્ટરની બજારમાં સ્થાનિક ખાણીપીણીના સ્ટોલ અન્ો લોકલ કાફે પણ જરાય બીબાઢાળ નહોતા લાગતા. મજાની વાત એ પણ હતી કે અહીં જ્યાં જુઓ ત્યાં આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ ચેઇન્સ નહોતી દેખાતી. એટલું જ નહીં, ટૂરિઝમ માટે જાણે ફરજિયાત બની ગયા હોય ત્ોવા સુવિનિયર સ્ટોર પણ ન હતા. જે પણ સુવિનિયરની દુકાનો દેખાઈ ત્યાં સ્થાનિક કલાકારોનાં ચિત્રો અન્ો લોકલી બન્ોલી હેન્ડીક્રાફ્ટ, કોસ્મેટિક અન્ો ખાણીપીણીની ચીજો દેખાતી હતી.
બોરકુમ એટલું ઓરિજિનલ લાગતું હતું કે અહીં બીજા કોઈ શહેરની યાદ નહોતી આવતી. અહીંની દરેક ચીજ બોરકુમની આગવી લાગતી હતી. દરિયાકિનારા પાસ્ો આવતાની સાથે જ જાણે દુનિયા જ બદલાઈ ગઈ. સ્ાૂરજ બહાર આવ્યો. હવા હજી એવી ન્ો એવી જ ચાલતી હતી. એવામાં અહીં મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાડી રહૃાાં હતાં. અહીં પ્લાસ્ટિકના પતંગની કોઈ કોમ્પિટિશન તો નથી હોતી પણ ત્ોન્ો ઉડાડવાની અન્ો હવામાં રાખવાની રીત પણ અલગ જ હોય છે. મગજમાં ઉત્તરાયણની પતંગ રાખીન્ો ત્યાં કામ ચાલે ત્ોવું ન હતું. બોરકુમના દરિયાકિનારાની પતંગનો અલગ મિજાજ હતો જે ત્યાંની વધુ પડતી ત્ોજ હવા સાથે મેળ ખાતો હતો. અમે ફરી પાછો સ્ોન્ટરનો રસ્તો પકડ્યો. ત્યાં એક દુકાનથી પતંગ પણ ખરીદ્યો. ત્ોન્ો સ્ોટ કરીન્ો અમે દરિયાકિનારે પતંગના વિસ્તારમાં પોતાનો એક ખૂણો શોધ્યો અન્ો એક્શનમાં જોડાઈ ગયાં. ત્ો પતંગન્ો કંટ્રોલમાં રાખવો મુશ્કેલ હતો, પણ અમે ત્ો પ્રયત્નો કરવામાં પ્ાૂરતી મજા લઈ જોઈ.
અહીંનો દરિયો પણ ઘણો મળતાવડો લાગતો હતો. ત્યાં માંડ પંદરથી અઢાર ડિગ્રીમાં પણ લોકો પાણીમાં ડૂબકી લગાવી રહૃાાં હતાં. અહીંનું લાઇટ હાઉસ અન્ો બીજું મહત્ત્વનું આર્કિટેક્ચર નિરાંત્ો જોવા માટે પહેલાં પતંગ સંકેલવામાં ઘણો સમય આપવો પડ્યો. જ્યાં નજર પડે ત્યાં મ્યુરલ્સ પણ શહેરની ઓળખન્ો મેળ ખાતાં હતાં. થોડા કલાકોમાં બોરકુમ અમન્ો એવું ગમવા લાગ્ોલું કે ત્યાં ન્ોસ્ક્ટ્ વિઝિટમાં ટાપુ પર જ રિસોર્ટમાં રોકાવાની ચર્ચા થવા લાગી હતી. આ તો હજી શરૂઆત જ હતી.