IPL 2024સ્પોર્ટસ

IPL MI VS LSG: નિકોલસ પૂરનની ઝંઝાવાતી બેટિંગ, મુંબઈને 215 રનનો આપ્યો ટાર્ગેટ

મુંબઈઃ અહીં વાનખેડેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 67મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઊ સુપરજાયન્ટસ (LSG) વચ્ચે રમાઈ હતી. આઈપીએલની પ્લેઓફમાંથી મુંબઈ ઈન્ડિયન્સ બહાર ફેંકાઈ ગયું હતું, જ્યારે લખનઊની આશા નહીંવત છે.

આજે મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. લખનઊએ 20 ઓવરમાં છ વિકેટે 210 રન બનાવ્યા હતા, જેમાં ટીમવતીથી સૌથી વધુ રન નિકોલસ પુરન અને કેપ્ટન કે. એલ. રાહુલે બનાવ્યા હતા.

ઓપનિંગમાં આવેલા કેપ્ટન કે. એલ. રાહુલે ત્રણ સિક્સર-ચોગ્ગાની મદદથી 41 બોલમાં પંચાવન રન બનાવ્યા હતા, પરંતુ એના પછી દેવદત્ત પડિક્કલ, દીપક હૂડાએ વિકેટ ગુમાવ્યા પછી નિકોલસ પૂરન આક્રમક બેટિંગ રમ્યો હતો. પુરન 29 બોલમાં આઠ સિક્સર અને પાંચ ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. 258.62 સ્ટ્રાઈક રેટથી રમીને લખનઊને પડકારજનક સ્કોરે પહોંચાડ્યું હતું.

ઉપરાંત, અરશદ ખાન ઝીરોમાં આઉટ થયા પછી આયુષ બદોનીએ કમાન સંભાળઈ હતી, જેને 10 બોલમાં 22 રન (બે સિક્સર અને એક ચોગ્ગા) તેમ જ કુણાલ પંડ્યાએ સાત બોલમાં 12 રન ફટ્કાર્યા હતા. લખનઊએ છ વિકેટે 20 ઓવરમાં 214 રન બનાવ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સ દરેક વખતના માફક આજે આઠ બોલરની અજમાઈશ કરી હતી. નુવાન થુશારા અને નેહલ વાધેરા, પિયૂષ ચાવલાએ ઓછા રન આપ્યા હતા. પિયૂષ ચાવલાએ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે નુવાન તુષારાએ ત્રણ વિકેટ ઝડપી હતી. એના સિવાય અર્જુન તેંડુલકર, અંશુલ કંબોજ, હાર્દિક પંડ્યા, નમન ધીર અને રોમારિયો શેફર્ડની ઓવરમાં જોરદાર ધુલાઈ થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button