Bollywood Evergreens Story: મારા લગ્નને કારણે આખું મુંબઈ ભડકી ઉઠ્યું હતું, કારણ કે…
બોલીવુડમાં અનેક એવી જોડીઓ છે કે લવ સ્ટોરી છે જેમને લોકોના વિરોધ, સામાજિક ટીકાઓ વગેરેનો સામનો કરવો પડ્યો હશે. પરંતુ આજે આપણે અહીં બોલીવુડના એક એવા લગ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે આખું માત્ર સમાજ કે બે પરિવાર નહીં પણ આખે આખું મુંબઈ ભડકી ઉઠ્યું હતું. આવો જોઈએ કોણ છે એ સેલેબ્સ અને આખરે એવું તે શું અલગ હતું આ લગ્નમાં
અમે અહીં વાત કરી રહ્યા છીએ બોલીવુડ એક્ટ્રેસ તન્વી આઝમી (Bollyood Actress Tanvi Aazmi)ની. આજે તન્વી આઝમીની ગણતરી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક ખૂબ જ જાણીતા તેમ જ દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે. હાલમાં એક્ટ્રેસ પોતાની નવી વેબ સિરીઝ દિલ દોસ્તી ડીલેમાને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. એક્ટ્રેસે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઈફને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેના વિશે ભાગ્યે જ એક્ટ્રેસે અત્યાર સુધી ક્યારેય વાત કરી છે.
તન્વીએ જણાવ્યું હતું કે બાળપણમાં હું ખૂબ જ આજ્ઞાંકિત છોકરી હતી પણ પછી કઈક એવું થયું કે જેને કારણે મારી અંદર વિદ્રોહની લાગણી જન્મી હતી અને ત્યાર બાદ મારું જીવન બદલાવવા લાગ્યું ધીરે ધીરે… જ્યારે મારા લગ્ન થયા ત્યારે મને યાદ છે કે મને એ સમયે એવું લાગ્યું કે આખું મુંબઈ ભડકી ઉઠ્યું હોય, કારણ કે એક મરાઠી બ્રાહ્મણ છોકરીએ એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. આ લોકો માટે એવું હતું કે જાણે દુનિયાનો વિનાશ થઈ રહ્યો છે. ત્યારથી મારો જે વિદ્રોહ શરૂ થયો છે એ હજી પણ ચાલી જ રહ્યો છે…
અત્રે ઉલ્લેખનીય છે કે તન્વીના લગ્ન સિનેમેટોગ્રાફર બાબા આઝમી સાથે થયા છે અને બાબા આઝમી એ એકટ્રેસ શબાના આઝમીના ભાઈ છે. આ નાતે તન્વી શબાના આઝમીની ભાભી તેમ જ ફરહાન અખ્તર અને જોયા અખ્તરની મામી થાય છે.
આગળ તન્વીએ એવું ઓન જણાવ્યું હતું કે હું ખુશ છું કે મારા લગ્ન એક સારા પરિવારમાં થયા છે. જ્યાં કોણ કેટલું ફેમસ છે એ મને જણાવવાની જરૂર નથી. આટલા નામી પરિવારમાં મારા લગ્ન થયા હોવા છતાં પણ ક્યારેય મારા પર ઈ પ્રકારની ફેમ હાંસિલ કરવા માટે દબાણ નથી કરવામાં આવ્યું. મારા પરિવારના દરેક સભ્યને મારા પર ગર્વ છે એટલે જ આજે હું જ્યાં પણ છું ત્યાં ખુશ છું…
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તન્વીએ અત્યાર સુધીમાં મેલા, બાજીરાવ મસ્તાની, યે જવાની હૈ દિવાની, થપ્પડ જેવી ક્લાસિક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.