સ્પોર્ટસ

મારા World Record પર કોઇ ખતરો નથીઃ Usain Bolt

ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી ઝડપી દોડવીર યુસૈન બોલ્ટ (Jamaican runner Usain Bolt)) આઠ વર્ષ પછી ફરીથી ઓલિમ્પિકમાં ભાગ લેશે પરંતુ હરિફોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે ફક્ત પેરિસમાં જોવા માટે આવશે સ્પર્ધામાં ભાગ લેશે. તે તેના શાનદાર રેકોર્ડ તૂટવાથી બિલકુલ ચિંતિત નથી અને માને છે કે નજીકના ભવિષ્યમાં તેને કોઈ ખતરો નથી.
એક ઈન્ટરવ્યૂમાં બોલ્ટે નિવૃત્તિ પછીની જિંદગી અને ફરીથી સ્પર્ધા કરવાની ઇચ્છા અને નજીકના ભવિષ્યમાં ભારતનો પ્રવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બર્લિનમાં 2009ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 100 મીટરમાં 9.58 સેકન્ડ અને 200 મીટરમાં 19.19 સેકન્ડનો રેકોર્ડ અતૂટ છે.

બોલ્ટે કહ્યું હતું કે મને નથી લાગતું કે આ રેકોર્ડ પર કોઈ ખતરો છે. મને લાગે છે કે તે લાંબા સમય સુધી રહેશે. હું કોઈ ખેલાડીને રેકોર્ડ તોડી શકે તેવો જોતો નથી. તેથી મને લાગે છે કે આ વધુ થોડા વર્ષો સુધી યથાવત રહેશે.

બોલ્ટ એકમાત્ર દોડવીર છે જેણે સતત ત્રણ ઓલિમ્પિકમાં 100 મીટર અને 200 મીટર બંને સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે કહ્યું, “મને નથી લાગતું કે વર્લ્ડ રેકોર્ડ જોખમમાં હશે. કેટલાક ખેલાડીઓ 10 સેકન્ડથી ઓછા સમયનો સમય હાંસલ કરવામાં સફળ રહ્યા છે. જૂલાઈમાં આપણે જોઈશું કે કોણ ટોચ પર આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…