આપણું ગુજરાત

મહીસાગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

મહીસાગર: મહીસાગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ખાનપુર તાલુકાના પાંદરવાડાથી લંભો તરફ જવાના માર્ગ પર આ અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ વેગે આવતી બોલેરો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બાળક રોડ પર ફંગોળાઈને પડ્યું હતું, જેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગેની જાણ પોલીસને થતા બાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તાપસ કાર્યવાહી હાથ ધરી હતી.

આ ભીષણ અકસ્માતના પગલે લોકોના ટોળા પણ ઘટનાસ્થળે ઉમટ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. આ બનાવ અંગે હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે ફરિયાદી મગનભાઈ ધૂળાભાઈ નાયક દ્વારા બાકોર પોલીસ મથકે ફરિયાદ આપી છે .

ફરિયાદજમાં જણાવ્યા મુજબ, રમણભાઈ કાળુભાઈ નાયક તથા તેમની પત્ની રમીલાબેન અને તેમનો પૌત્ર દુર્ગેશ રહેવાસી સરથુણા ભાટીયા ફળીયુ તાલુકો.સીમલવાડા જિલ્લો.ડુંગરપુર જેઓ ત્રણે જણા પોતાની બાઇક લઈ વિરપુર તાલુકાના ભાટપુર ગામે તેઓની દિકરી મુન્નીબેનના ઘરે ગયા હતા. તે સમયે ખાનપુર તાલુકાના પાંડરવાડાથી આગળ કાલીયાકુવા રોડ ઉપર અકસ્માત થયો હતો જેમા રમણભાઈ અને તેમની પત્ની રમીલાબેન સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા અને તેમનો પૌત્ર દુર્ગેશ જેને શરીરે ઈજાઓ થઈ હતી, જેથી તેને 108 એમ્બ્યુલન્સમાં લુણાવાડા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડયો હતો પણ તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ કાલીયાકુવા તરફથી એક બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રમણભાઈ નાયકની બાઇકને ટક્કર મારી ગાડી લઈ ભાગી ગયો હતો. જે બોલેરો ગાડીની શોધખોળ કરતા જાણવા મળ્યું કે આ અકસ્માત કરનાર બોલેરો ચાલક પોતાની બોલેરો ગાડી પાંડરવાડાથી ખડોદી ગામે જતા રંગીતપુરા ગામ નજીક રસ્તાની બાજુમા ખેતરમા ઉતારી દીધી હતી. બાકોર પોલીસે આ બોલેરો ચાલક સુરેશ ડામોર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત