બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિરય લીગ (IPL 2024)ની આ વખતની સિઝન પૂરી થવાના તબક્કામાં છે, જેમાં ત્રણ ટીમે પ્લેઓફ સ્થાન મેળવી લીધું છે ત્યારે આવતીકાલે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જનર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ રહેશે. આ બંને ટીમના અઢારમી તારીખ સાથે ગજબના સંયોગ છે, જેમાં અઢારમી તારીખના રોયલ ચેલેન્જર્સની ટીમ ક્યારેય હારી નથી.
આવતીકાલે અઢારમી મેના અઢાર નંબરની જર્સીવાળા વિરાટ કોહલીની ટીમ અઢાર રનથી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતવાનું છે. આઈપીએલની પ્લેઓફમાં ચોથા ટીમ માટે કરો યા મરોના મુકાબલામાં શનિવારે રોયલ ચેલેન્જર્સ ચેન્નઈ સામે ટકરાશે.
અઢારમી તારીખના સંયોગની વાત કરીએ તો આરસીબીની ટીમ આ તારીખના ચાર વખત મેચ રમ્યું છે, જ્યારે ચેન્નઈ પણ પાંચ વખત રમ્યું છે. એનાથી રસપ્રદ વાત એ છે કે આ બંને ટીમ આમનેસામને પણ બે વખત રમી છે.
આરસીબીની ટીમ જ્યારે જ્યારે રમી છે ત્યારે હારી નથી, જેમાં કિંગ કોહલીની ટીમનો વિજય જ થયો છે. સૌથી મોટી વાત એ છે કે બેંગલુરુએ આ તારીખમાં ચેન્નઈને બે વખત હરાવ્યું છે.
પહેલી મેચ અઢારમી મે, 2013માં ચેન્નાસ્વામી સ્ટેડિયમ અને 2014માં કોહલીની આગેવાનીમાં રાંચીમાં પાંચ વિકેટથી જીત્યું હતું. એના સિવાય પંજાબને પણ ડકવર્થ લુઈસ મેથડથી 82 રનથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી પચાસ બોલમાં 113 રન ફટકાર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદને પણ 2023માં આઠ વિકેટથી હરાવ્યું હતું. બીજી બાજુ પાંચ વખતની વિજેતા ટીમ ચેન્નઈ કિંગ્સને અઢારમી રમાયેલી મેચમાં પહેલી કોલકાતા સામે ડકવર્થ લુઈસ મેથડને કારણે ત્રણ રનથી 2008માં જીત્યું હતું. 2009માં અઢારમી મેના રમાયેલી મેચમાં કોલકાતાને ફરી સાત વિકેટથી છેલ્લા બોલમાં જીત મેળવી હતી.
રહી વાત પ્લેઓફની તો આરસીબી આવતીકાલની મેચમાં જીત સાથે સાથે નેટ-રનરેટમાં ચેન્નઈને હરાવવું પડશે. એના સામે આરસીબીએ ચેન્નઈને અઢાર અથવા એનાથી વધુ રનના અંતરથી હરાવવું પડશે (તેમાંય વળી પહેલી બેટિંગમાં જો આરસીબી 200થી વધુ રન બનાવે તો).
જો આરસીબી આવતીકાલની મેચમાં 201 રનનો ટાર્ગેટ મળે છે તો 11 બોલ બાકી રહે અથવા 18.1 ઓવરની અંદર જીતવું પડશે. એની સાથે શરત એ પણ રહેશે કે આરસીબીની નેટ રનરેટમાં ચેન્નઈને પાછળ રાખીને પ્લેઓફમાં એન્ટ્રી કરવાની રહેશે.
Taboola Feed