હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ વખતની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ વખતે અવનવા રેકોર્ડ નોંધાવીને લાઈમલાઈટમાં રહી છે. મૂળ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ (Pat Cummins)થી લઈને તમામ ઓપનર બેટરોએ નવા રેકોર્ડ નોંધાવીને ટીમને પ્લેઓફની રેસમાં પહોંચાડ્યા પછી ટીમ ચર્ચામાં રહી છે ત્યારે ટીમના કેપ્ટન પેટ કમિન્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ક્રિકેટ રમીને ચર્ચામાં આવ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવનારી ત્રીજી ટીમ બની છે. ટીમના શાનદાર પ્રદર્શન માટે ટીમના કેપ્ટન પેટ કમિન્સની પણ પ્રશંસા થઈ રહી છે ત્યારે ટીમના કેપ્ટનનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ વીડિયોમાં પેટ કમિન્સ નાના બાળકો સાથે ક્રિકેટ રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હૈદરાબાદની એક સરકારી સ્કૂલનો છે. ટેનિસ બોલમાં ક્રિકેટ રમતા બાળકો સ્કૂલ ડ્રેસમાં જોવા મળે છે. એક વિદ્યાર્થી બોલિંગ કરતી વખતે બેટિંગમાં રહેલા કમિન્સ શોટ મારી છે અને હવામાં બોલ ફંગોળ્યા બાદ બીજો વિદ્યાર્થી આરામથી કેચ કરતા આઉટ પણ થયો હતો.
બ્લેક ટી-શર્ટ અને જીન્સમાં સજ્જ પેટ કમિન્સની આજુબાજુમાં વિદ્યાર્થીઓ સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો, જ્યારે વીડિયો શેર કરનારા યૂઝરે પણ વીડિયો ઓફ ડેનું કેપ્શન લખ્યું હતું. હજારો લોકોને લાઈક આપવા સાથે હજારો લોકોએ તેને જોયા અમુક લોકોએ જોરદાર પ્રતિક્રિયા પણ આપી હતી.
ટીમની વાત કરીએ તો આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 13 મેચમાંથી સાત મેચ જીત્યું છે, જ્યારે પાંચ હાર સાથે પંદર પોઈન્ટ સાથે ટીમ પ્લેઓફમાં પહોંચી છે. ગઈકાલે હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી, જ્યારે ગુજરાત અને હૈદરાબાદને બંને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યા હતા. રવિવારે હૈદરાબાદની મેચ પંજાબ કિંગ્સ ઈલેવન સાથે રહેશે.