જાણીતા બોલિવૂડ અભિનેતા પર તૂટ્યો દુઃખોનો પહાડ, હોર્ડિંગ અકસ્માતમાં થયું મામા, મામીનું મોત
તાજેતરમાં મુંબઈમાં આવેલા જોરદાર તોફાનના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. આ વાવાઝોડામાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ભારી ભરખમ હોર્ડિંગ પણ પડી ગયું હતું., જેના કારણે ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. એવા સમાચાર જાણવા મળ્યા છે કે અભિનેતા કાર્તિક આર્યનના સંબંધીઓ પણ આ અકસ્માતનો શિકાર બન્યા હતા અને મૃત્યુ પામ્યા છે.
ઘાટકોપર હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા-મામીનું મૃત્યુ થયું છે. હોર્ડિંગ અકસ્માતના ત્રણ દિવસ બાદ જે મૃતદેહ મળી આવ્યા છે તે કાર્તિકના મામા-મામીના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકના મામા મનોજ ચાન્સોરિયા અને પત્ની અનિતા ચાન્સોરિયા મધ્ય પ્રદેશના જબલપુર ખાતે રહેતા હતા. કોઈ મહત્વપૂર્ણ કામ માટે તેઓ કાર દ્વારા મુંબઈ આવ્યા હતા. મુંબઇમાં થોડા દિવસ રોકાઇ તેમના પુત્ર યશને મળવા અમેરિકા જવાનો તેમનો પ્લાન હતો.
અહેવાલો અનુસાર, યશ તેના માતા-પિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે તે ઘણા પ્રયત્નો પછી પણ તેના માતાપિતા સાથે વાત કરવામાં નિષ્ફળ રહ્યો, ત્યારે તેણે સંબંધીઓ દ્વારા તેમના વિશે માહિતી મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મનોજ અને અનિતા મુંબઈમાં તોફાનમાં ફસાયા હતા. જ્યારે વધુ તપાસ કરવામાં આવી ત્યારે અકસ્માતના 56 કલાક બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા.
Also Read Ghatkopar Hoarding Tragedy: હોર્ડિંગ લગાવવા માટે ઝેર આપીને તોડાયા હતા વૃક્ષો…
મળતી માહિતી મુજબ બુધવારે ઘટના સ્થળે પોલીસને કાટમાળ નીચેથી બે મૃતદેહ મળી આવ્યા હતા. લાશ ત્રણ દિવસ સુધી કાટમાળ નીચે દબાયેલી હોવાથી તેની ઓળખ થઈ શકી નહોતી. જોકે, પુત્ર યશે તેના માતા-પિતાને વીંટી અને ઘરેણાં પરથી ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ મુંબઈમાં મૃતક દંપતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન કાર્તિકના મામાનું ફોન લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જેનાથી ખબર પડી કે તેઓ છેલ્લે પેટ્રોલ પંપ પાસે હતા. પોલીસનું માનવું છે કે તેઓ
કારમાં ઇંધણ ભરાવવા માટે તેઓ નીચે ઊતર્યા હશે ત્યારે હોર્ડિંગ પડ્યુ હશે. જ્યારે NDRFની ટીમે કાટમાળ હટાવ્યો ત્યારે તેમને મંગળવારે રાત્રે બે મૃતદેહ મળ્યા, પરંતુ તેમની ઓળખ થઈ શકી ન હતી. ત્યારબાદ બુધવારે બંનેના મૃતદેહ લોખંડના કટકા કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ મૃતદેહોની ઓળખ થઈ શકી હતી. બંનેના મૃતદેહના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા. કાર્તિક આર્યન પણ અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો.
Also Read –