સવારે પાંચ વાગ્યે ઉઠીને શરીર પર કાદવ લગાવતી હતી Aishwarya Rai-Bachchan…
બોલીવૂડમાં બચ્ચન પરિવારની ગણતરી મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર ફેમિલીમાં ગણકરી કરવામાં આવે છે. છેલ્લાં કેટલાય સમયથી આ પરિવાર પારિવારિક વિવાદોને કારણે કારણે લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ આ બચ્ચન પરિવારની બહુરાની કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતા અને હુસ્નથી લોકોને ઘાયલ કરી રહી છે.
પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અનેક ફિલ્મોમાં ગ્લેમરસ રોલ નિભાવ્યા છે પણ એમાં પણ વાત જ્યારે મણિરત્નમની ફિલ્મ રાવણની વાત આવે તો આ ફિલ્મ માટે તેણે પોતાનો લૂક એકદમ બદલી નાખ્યો હતો. ઐશ્વર્યાએ ખુદ આ વાતની જાણકારી આપી હતી. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય બચ્ચન રોજ સવારે પાંચ વાગ્યે ઉઠીને એક ચોક્કસ કામ કરતી હતી આવો જોઈએ શું છે આ કામ…
2010માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુદ ઐશ્વર્યાએ આ બાબતનો ખુલાસો કર્યો હતો. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે રોજ બધાને સવારે પાંચ વાગ્યે શૂટિંગ માટે ઉઠાવવામાં આવતા હતા અને પછી સીનની તૈયારી કરવામાં આવતી હતી. તમે સ્નાન કરીને ફ્રેશ થાવ ફરી તમારે ગંદગીમાં જવું પડે, શરીર પર કીચડ લગાવવું પડતું હતું. કપડાં ફાડતાં અને પૂરા ભીનાઈ જતાં. એ સમયે એવું લાગતું કે અમે લોકો હાઈકિંગ પર છીએ. હું પહેલાં મારા શરીર પર કાદવ લગાવીને રાવણ ફિલ્મનું એક વર્ઝન શૂટ કરતી હતી અને ત્યાર બાદ ફરી વધારે કાદવ લગાવીને બીજા વર્ઝન માટે શૂટ કરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ રાવણનું હિંદી અને તમિલ વર્ઝનમાં શૂટિંગ કરવામાં આવતું હતું.
ઐશ્વર્યાએ ફિલ્મ રાવણ માટે દરેક સીનને બે-બે વખત શૂટ કર્યા હતા અને અભિષેક બચ્ચનો પણ એવો જ હાલ હતો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા ફિઝિકલી અને મેન્ટલી તૂટી ગઈ હતી. તમારી જાણ માટે કે ફિલ્મ રાવણ એ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને સાથે કરી હોય એવી છઠ્ઠી ફિલ્મ હતી. એટલું જ નહીં આ ફિલ્મ માટે ઐશ્વર્યાએ જંગલ અને ભારે વરસાદમાં શૂટિંગ કર્યું હતું.
હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ ફ્રેક્ચર્ડ હાથ સાથે ગ્રેસ ફૂલી પોતાનો લૂક કેરી કર્યો હતો અને એ સમયે દીકરી આરાધ્યા સતત તેની સાથે જોવા મળી હતી. ફેન્સ પણ મા-દીકરીની આ જોડી જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.