આપણું ગુજરાત

Gujarat પોલીસનો મોટો ખુલાસો, પાકિસ્તાની હેન્ડલરના ઇશારે અપાતી હતી હિંદુ નેતાઓને ધમકી

સુરત : ગુજરાત(Gujarat) પોલીસે તાજેતરમાં જ કેટલાક હિંદુ નેતાઓને ધમકી આપવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. હવે પોલીસે માહિતી આપી છે કે આ ત્રણ લોકો પાકિસ્તાનમાં(Pakistan) બેઠેલા હેન્ડલરના સંપર્કમાં હતા અને હવાલા દ્વારા પૈસા મેળવતા હતા. તાજેતરમાં સુરત પોલીસે(Surat) મૌલવી સોહેલ અબુબકર(Maulvi Sohail Abubakar) તિમોલની ઉપદેશ રાણાની હત્યાનું કાવતરું ઘડવા, ભાજપના તેલંગણાના ધારાસભ્ય રાજા સિંહ અને ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma) સહિત અન્ય હિન્દુ નેતાઓને ધમકી આપવા બદલ ધરપકડ કરી હતી. તેની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસા બાદ પોલીસે બિહાર અને મહારાષ્ટ્રના લોકોની પણ ધરપકડ કરી છે.

બિહાર અને યુપીમાંથી પણ ધરપકડ

સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું છે કે મે મહિનાના પહેલા સપ્તાહમાં અમે સુરત જિલ્લામાંથી એક મૌલવી સોહેલની ધરપકડ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન અમને તે સમગ્ર મોડ્યુલ વિશે માહિતી મળી જેનાથી તે જોડાયેલો હતો. અમને સોહેલ પાસેથી બે ચૂંટણી કાર્ડ મળ્યા છે. તેની પાસે બે જન્મ પ્રમાણપત્રો હતા .એક સુરતનું અને બીજું મહારાષ્ટ્રના નવાપુરાનું હતું . જ્યારે અન્ય આરોપી શહેનાઝની ધરપકડ કરવામાં આવી છે. તે નેપાળથી ફોન નંબરનો ઉપયોગ કરીને કામ કરતો હતો અને તેનું ઠેકાણું મુઝફ્ફરપુરમાં હતું. પોલીસે જણાવ્યું છે કે તાજેતરમાં ઉત્તર પ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ ઝિયા ઉલ હક નામના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. જે આ જ મોડ્યુલનો ભાગ હતો અને તેને પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર પાસેથી આદેશ મળતો હતો.

આ પણ વાંચો : સુરતમાં મૌલવી સકંજામાં આવતા આતંકના આકાઓ પારેવાની જેમ ફફડી ઉઠ્યા

17 વર્ચ્યુઅલ નંબર્સ અને 42 ઈમેલ આઈડી

સુરત પોલીસે જણાવ્યું છે કે શહેનાઝ પહેલા નેપાળમાં રહેતો હતો. તે એક મોબાઈલ સેટમાંથી 17 વર્ચ્યુઅલ નંબર ચલાવતો હતો. તેની પાસે 42 ઈમેલ આઈડી પણ હતા જેનો ઉપયોગ તે લોકોને ધમકી આપવા માટે કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપી પાસે માત્ર ભારતીય આધાર કાર્ડ નથી પરંતુ તેની પાસે નેપાળની નાગરિકતા પણ છે.

મહારાષ્ટ્રમાં પણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

પોલીસે કહ્યું છે કે રઝાની મહારાષ્ટ્રના નાંદેડથી ધરપકડ કરવામાં આવી છે. તેણે તરત જ પોતાનો મોબાઈલ નાશ કર્યો. પરંતુ પોલીસ કેટલીક માહિતી મેળવવામાં સફળ રહી અને ડેટા મેળવવા માટે એફએસએલની મદદ લેવાનો પ્રયાસ કરી રહી છે. તેણે તેના હેન્ડલર ડાગર દ્વારા આપવામાં આવેલ પાકિસ્તાન નંબરનો ઉપયોગ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button