ઇન્ટરનેશનલ

શું સાઉદી પ્રિન્સ પાકિસ્તાન નહીં પહોંચે તો પડી જશે શાહબાઝની સરકાર?….

ઇસ્લામાબાદઃ ભયંકર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હાલમાં માત્ર એક મુસ્લિમ દેશ સાઉદી અરેબિયાનો જ થોડો ઘણો ટેકો છે અને આવા મુશ્કેલ સમયમાં જો સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ પાકિસ્તાનની મુલાકાતે નહીં આવે તો પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ ખાને રાજીનામું આપવું પડી શકે છે, એવી ચર્ચા પાકિસ્તાનમાં હાલમાં જોરશોરથી ચાલી રહી છે.

એવા સમાચાર પણ જાણવા મળ્યા છે કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાત લઈ શકે છે, પરંતુ જો તેઓ કોઈપણ કારણસર તેઓપાકિસ્તાનની મુલાકાત નહીં લે તો પાક સરકાર પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ બાકી નહીં રહે. એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે બંને દેશો વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે, પરંતુ કેટલાક કારણોસર વારંવાર સાઉદી પ્રિન્સના પ્રવાસ રદ થઈ રહ્યા છે.

પ્રિન્સ સલમાનના આગમન પહેલા સાઉદી અરેબિયાના વિશેષ પ્રતિનિધિ મંડળે બે વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ મુલાકાતમાં સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા અને આ બેઠકમાં પાકિસ્તાનમાં રોકાણ પર પણ સહમતિ સાધવામાં આવી હતી.

પ્રિન્સ સલમાનની મુલાકાત પહેલા જ સાઉદી અરેબિયાના પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનની મુલાકાતે ગયું હતું અને તે સમયે પાકિસ્તાને સાઉદી અરેબિયાને ઊર્જા અને સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં રોકાણ કરવાની ઓફર કરી હતી. જો સાઉદી અરેબિયા પાકિસ્તાનમાં રોકાણ નહીં કરે તો શાહબાઝ સરકારને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ જ કારણે થોડા દિવસ પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. હાલની પાકિસ્તાન સરકાર સંપૂર્ણપણે સાઉદી અરેબિયાનેના પ્રિન્સની મુલાકાત પર નિર્ભર છે.

પાકિસ્તાની ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ત્રણ ચાર વર્ષના આર્થિક પ્રોગ્રામ માટે વાટાઘાટો કરવાની છે અને સાઉદી અરેબિયા પાસેથી રોકાણની ગેરંટી મળ્યા બાદ પાકિસ્તાન IMF સાથેની ડીલમાં પોતાની શરતો પૂરી કરી શકે છે. તેથી જ તેમની આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો આમ નહીં થાય તો પાકિસ્તાનને IMF પાસેથી મળતું ભંડોળ પણ સંકટમાં આવી જશે અને પાકિસ્તાનમાં આર્થિક કટોકટી વધુ ઘેરી બની શકે છે. નોંધનીય છે કે પાકિસ્તાનનું કુલ દેવું અને જવાબદારીઓ એટલે કે લાયેબિલીટીસ 81 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં 12% વધારે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત