PM Modiએ મીડિયા સંસ્થાને ઇંટરવ્યૂમાં પ્રેસ કોન્ફરન્સ નહીં કરવા બાબતે આપ્યો જવાબ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના વાગી રહેલા પડઘમની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા સંસ્થા સાથે ઇંટરવ્યૂ (pm narendra modi interview)આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પર જવાબ આપ્યા હતા. તેમણે અહી મીડિયા અંગે તેના વિચારો જણાવ્યા હતા. જ્યારે મીડિયા સંસ્થા દ્વારા તેમને પ્રેસ કોન્ફરન્સ કરવા કે મીડિયાને ઇંટરવ્યૂ નહીં આપવા બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું હતું, “હાલ લોકસભા ચૂંટણીમાં તમે મને મીડિયા પર જ જોયો છે, મે તો કોઈને ના નથી પડી. પણ હાલ આપણાં મીડિયાનું કલ્ચર એવું બની ગયું છે કે કઈ ન કરો, માત્ર એમને સાંભળી લો. આપની વાત ચલાવી દો એટલે દેશમાં ચાલી જશે. પરંતુ મારે એ રસ્તા પર નથી જવું. હું એક નવું વર્ક કલ્ચર લઈને આવ્યો છું, હવે આ બાબત મીડિયાને યોગ્ય લાગે તો પ્રસ્તુત કરશે અન્યથા ના કરે. હું દેશના ગરીબના ઘર સુધી જઈને કામ કરાવવા માંગુ છું, હું માત્ર રિબિન કાપીને મીડિયામાં રહેવા નથી માંગતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “હું સંસદ પ્રત્યે જવાબદાર છું. આજનું મીડીયા પહેલાના સમયના મીડિયા જેવુ નથી રહ્યું. પહેલા એવું મનાતું હતું કે હું કોઈ મીડિયા સંસ્થા સાથે વાત કરું છું પરંતુ હવે એવું માનવામાં આવે છે કે હું કોઈ એન્કર સાથે વાત કરું છું. આજે હું કોઈ એન્કર સાથે વાત કરું છું તો લોકો એવું માની લેશે કે એ એન્કર તો મોદી તરફી છે. તેમણે કહ્યું હતું કે પહેલાના સમયમાં કમ્યુનિકેશનના સીમિત સ્ત્રોત હતા, એ સમયે અવાજ પહોંચાડવા માટે મીડિયા જરૂરી બની રહે છે. પરંતુ આજના સમયમાં કોમ્યુનિકેશનના અનેક માધ્યમો છે. મીડિયાના આહાર વિના પર આજે લોકો પોતાનો અવાજ, વિચાર જાહેર કરી શકે છે. તે પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડી શકે છે.
તેમણે ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા તે સમયનો કિસ્સો શેર કરતાં જણાવ્યું હતું કે, એ સમયે મારી સભામાં હું લોકોને પૂછતો કે ભાઈ આવો કાર્યક્રમ કેમ બનાવ્યો છે કે જેમાં કોઈ કાળા વાવટા લઈને નથી આવ્યું. કાળા વાવટા લઈને કોઈ બે ત્રણ લોકોને રાખી દો, આથી બીજા દિવસે અખબારો લખશે કે મોદીજીની સભામાં દસ લોકો કાળા વાવટા લઈને પહોંચ્યા હતા. કાળા વાવટા વિના કઈ સભા પૂરી થઈ શકે ? તો જ લોકો જાણશે કે મોદીની સભા હતી. મારો તો આ દૈનિકનો કાર્યક્રમ હતો. તેમણે એક બીજો કિસ્સો શેર કરતાં કહ્યું હતું કે એકવખત મારા ગામથી અમુક લોકો મને અભિનંદન પાઠવવા આવ્યા હતા. તેમણે કહ્યું 24 કલાક વીજળી આપવા માટે અભિનંદન પરંતુ મી કહ્યું આ ખોટી વાત છે, મે તો આવું એકપણ અખબારમાં વાંચ્યું નથી. તો તેઓએ કહ્યું કે આ વાત રેડિયો વાળા કહી રહ્યા છે, અખબાર આ વાત નહીં કરે.
વડાપ્રધાને કહ્યું હતું કે, જે દેશ માટે જીવે છે, તે પોતાની માટે શું જીવશે. હું એટલા માટે કામ નથી કરતો કલે ઇતિહાસમાં મને યાદ કરવામાં આવે. પરંતુ કાશ્મીરમાં 40 વર્ષ બાદ 40% મતદાન તહયું તેને યાદ કરવામાં આવે, G20 માં બહરત્નો ડંકો વાગ્યો તેને યાદ કરવામાં આવે. આજ ભારતની ઈકોનોમી ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે તેને યાદ કરવામાં આવે. બાકી મારા જેવા તો સેંકડો લોકો આવશે અને જતાં રહેશે.