મરણ નોંધ

હિન્દુ મરણ

મોઢ વૈષ્ણવ વાણિયા
નદીસર નિવાસી, હાલ વડોદરા, સ્વ. રસિકલાલ કોદરલાલ શાહના સુપુત્ર સ્વ. હરીશભાઈ શાહ (ઉં.વ. ૬૯) તા. ૧૨-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રસીલાબેનના પતિ. ફેનીલ, ફોરમના પિતા. નિરાલી, દિપેશના સસરા. આર્યનના દાદા. વિયાનના નાનાની પ્રાર્થનાસભા તા. ૧૯-૫-૨૪, રવિવારના ૯થી ૧૧ સ્થળ: દૃષ્ટિ ફલેટ્સ, ગોત્રી રોડ, વડોદરા રાખેલ છે.

ઘોઘારી લોહાણા
મુળગામ ભાવનગર, હાલ-(કાંદિવલી) તે સ્વ. અમૃતલાલ હીરાલાલ વસાણી તથા સ્વ. દયાબેનના જેષ્ઠપુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૮૦) તે રવીતાબેનના પતિ. શ્ર્વેતા ભાવેશ માવાણી તથા વિશાલના પિતાશ્રી. વિનોદભાઈ વસાણી તથા હીનાબેન વિજયકુમાર નથવાણીના મોટાભાઈ. વેરાવળવાળા વૃંદાવન વિઠ્ઠલજી તન્નાના જમાઈ. ધૈર્યના નાના. તા. ૧૫-૫-૨૪, બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૮-૫-૨૪ ૫થી ૬.૩૦. સ્થળ: હાલાઈ લોહાણા મહાજનવાડી, રજે માળે, શંકર મંદિર ઉપર, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા
રમેશભાઈ (ઉં.વ. ૭૫) તે સ્વ. માધવજી રામજી આથા ગામ ઉગેડી હાલ મુંબઈ તા. ૧૬-૫-૨૪, ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેનના પતિ. ભક્તિ અને ભાવિનના પિતા અને મેનકા તેમ જ મેહુલભાઈ ઠકરારના સસરા. તે સ્વ. પુરુષોત્તમભાઈ, પ્રતાપભાઈ, નવિનભાઈ, સ્વ. પ્રભાબેન, એકાદશીબેન, જયશ્રીબેન અને દિવ્યાબેનના મોટાભાઈ અને સ્વ. વલ્લભદાસ રામજી સોમૈયા અને ભરતભાઈ રામજી સોમૈયા ખજુરવાલાના જમાઈ. અને વેદિકાના નાનાની પ્રાર્થનાસભા તા. ૧૮-૫-૨૪, શનિવારના ૫.૩૦થી ૭.૦૦. સ્થળ: ધનજી દેવશી રાષ્ટ્રીયશાળા એ.સી. બેન્કવેટ હોલ, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

હાલાઈ લોહાણા
ગં. સ્વ. વિમળાબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. સુંદરલાલ ધરમશી ઠક્કરના પત્ની. તે સ્વ. મણીબેન મથુરાદાસ ભાણજી તન્નાના દીકરી. તે સ્વ. પ્રાણજીવનદાસ, સ્વ. હરેન્દ્રભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. ઈન્દીરાબેનના બહેન. તે નયના અરૂણકુમાર ઠક્કર તથા પ્રવીણા અતુલકુમાર ઠક્કરના માતુશ્રી. તે મનીષ, સુચીતના કાકી. તે આનંદ કૃપા, યશેશ, જીતના નાની ૧૫-૫-૨૪, બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

સંબંધિત લેખો

દશા ઝારોળા વણિક
ભાવનગર નિવાસી, હાલ કાંદિવલી અ.સૌ. નિકુંજલત્તા મહેન્દ્રભાઈ બક્ષી (ઉં. વ. ૭૯) તે કમળાલક્ષ્મી રસિકલાલ પારેખના સુપુત્રી. અમીબહેન, પ્રતીકભાઈ, હિરલબહેનના માતુશ્રી. હેમલભાઈ, પ્રીતિબહેન, આશિષભાઈના સાસુ. હર્ષી, તશવીના દાદી અને કૃતિ, ખુશી, યુતિ, ગર્વના નાની તા. ૧૪.૦૫.૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭.૦૫.૨૦૨૪ શુક્રવાર ૫ થી ૭. હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી વેસ્ટ.

રૂખી સમાજ
મૂળ ગામ હાથજ નિવાસી હાલ નાલાસોપારા ગં.સ્વ. શાંતિબેન તથા સ્વ. કાંતિલાલ કાળીદાસ સોલંકીના સુપુત્ર ધીરેન્દ્રભાઈ સોલંકી (ઉં. વ. ૬૬) તે તા ૧૨/૫/૨૪ના રામશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. દુર્ગેશ, ગણેશ તથા રેણુકાના પિતા. સ્નેહલ, ગીતા તથા સુનિલના સસરા. વિનોદભાઈ, રમીલાબેન અંબાલાલ, મીનાક્ષી બાબુભાઇના ભાઈ. સાસરાપક્ષે અગાસવાળા હાલ વિરાર સ્વ. દયારામ, સ્વ. પ્રભુભાઈ, સ્વ.પુરુષોત્તમભાઈ, સ્વ. ચુનીલાલ સનાભાઇ, સ્વ.હીરાબેન ચીમનભાઇના બનેવી. પ્રાર્થનાસભા તા ૧૭/૫/૨૪ના ૫ થી ૭. નિવાસસ્થાને એફ /૩૦૩, રિલાયબલ કોમ્પ્લેક્સ, નિળે મોરે ગાંવ, રાજીવ ગાંધી સ્કૂલની બાજુમાં, ગાંવદેવી મંદિર રોડ, નાલાસોપારા વેસ્ટ.

દશા ઘોઘવા મોઢ વણિક
પાટણ નિવાસી હાલ વિલેપાર્લે કિરણબેન નિરંજન મહેતા (ઉં. વ. ૭૭) તે સ્વ. નિર્મળાબેન મોતીલાલ મહેતાના પુત્રવધૂ. તે શિલ્પા રાજેન્દ્ર પારેખ, કું. જુથિકાના મમ્મી. જયશ્રી રાજેશકુમાર, અલ્પા રાકેશ, પરીંદા મિતુલના કાકી. નિસર્ગ – અ. સૌ. દિશા, અ.સૌ. જૂઈ દ્વિજ, કું. અવની, મનનના નાની. પિયરપક્ષે સ્વ.જાસુદબેન સુંદરભાઈ મહેતાના પુત્રી. સ્વ.અનિલભાઈ, પ્રવીણભાઈ, સ્વ.સુલોચનાબેન મોતીલાલ, ગં. સ્વ. વિનોદબાલા તુલસીદાસ મહેતાના બહેન તા.૧૪/૦૫/૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. વસાણી હાઉસ, લજપતરાય રોડ, વિલેપાર્લે પશ્ર્ચિમ.

દશા સોરઠીયા વણિક
હામાપુર-બગસરાવાળા હાલ કાંદિવલી, સ્વ.ભાનુબેન તથા સ્વ.પ્રભુદાસ ઝવેરચંદ માધાણીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. ૭૩) તે રેણુકાબેનના પતિ. આશિષ, વિરેન તથા કપિલના પિતાશ્રી. દિપાલી, નેહા તથા શીતલના સસરા. તે સુરેશ, નરેન્દ્ર, ઈન્દુબેન મનહરલાલ ધોળકિયા, કુંદનબેન જીતેન્દ્ર વજીર તથા જયશ્રીબેન રાજેશકુમાર વખારીયાના મોટાભાઈ તથા સ્વ.ક્રિષ્નાબેન તથા સ્વ.જીવરાજ રતિલાલ શેઠના જમાઈ તા. ૧૩.૦૫.૨૦૨૪ને સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭.૦૫.૨૦૨૪ને શુક્રવારે ૦૪.૩૦ થી ૦૬.૩૦. સર્વોદય હોલ, એલ. ટી. રોડ, બોરીવલી (વે.). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વૈષ્ણવ
બીલીમોરાવાળા હાલ કાંદિવલી, રમેશચંદ્ર ઝીણાભાઈ કાપડિયા (ઉં. વ. ૮૫) તા.૧૬/૫/૨૦૨૪ ગુરુવારના શ્રીજીશરણ પામેલ છે. તે રસિલાબેનના પતિ. હેમલભાઈ, સ્નેહલભાઇના પિતા. અમિષાબેન, રાખીબેનના સસરા. સલોની અને સુહાનીના દાદા. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮/૫/૨૦૨૪ને શનિવારના ૫:૦૦ થી ૭:૦૦. હાલાઇ લોહાણા બાળાશ્રમ બેન્કવેટ હોલ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ટેંશન રોડ, કાંદિવાલી(વેસ્ટ).

લોહાણા
મૂળ ગામ દેવળા હાલ કલ્યાણ (કાંદિવલી) નિવાસી દયાજીભાઈ રૂપારેલીયા (ઠક્કર) (ઉં. વ. ૯૪) તા.૧૪/૫/ ૨૦૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.રંભાબેન હરજીવનદાસ રૂપારેલીયાના સુપુત્ર. સ્વ લીલાબેનના પતિ. સ્વ મગનલાલ, સ્વ મુક્તાબેન બચુલાલ, ગં.સ્વ. જયાબેન હીરાચંદના ભાઈ. વીરજી લાલજી જસાણીના જમાઈ. સ્વ.મહેશભાઈ, કિર્તીભાઈ, આશાબેન ભરતકુમાર પંચમતીયા, કુસુમબેન કુમારભાઈ વિઠલાણીના પિતાશ્રી. સ્વ.મધુબેન, દમુબેનના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ ભાટીયા
સ્વ. દમયંતી, તે સ્વ.અજીતસિંહ સુંદરદાસ ગેમના ધર્મપત્ની. સ્વ.શામકુંવરબાઈ સુંદરદાસના પુત્રવધૂ. સ્વ.વીરમતિ હંસરાજના પુત્રી. સ્વ.રણજીતભાઈ, સ્વ.પુષ્પાબેન, ગં.સ્વ.વસંતબેન તથા અ.સૌ. પન્નાબેનના ભાભી. સ્વ.શાંતિકુમાર, સ્વ.સુમતિબેન શાંતિકુમાર, સ્વ.ચંપાબેન તથા ભાઈ જિતેન્દ્ર-જ્યોતિના બેન ગુરુવાર, તા. ૧૬-૫-૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠીયા વણિક
મુંબઈ અ.સૌ.અલકા (ઉં. વ. ૬૪ ) તે નરેશ વસંતલાલ શાહનાં પત્ની. તારાબેન વસંતલાલ શાહ (િંચચણ)નાં પુત્રવધૂ. ખુશ્બુ શાહ રાજાનીનાં માતા. આયુષ જયંતભાઈ રાજાનીનાં સાસુ. મહેશ અને દીપકનાં ભાભી. સ્વ.રવિકાન્ત છગનલાલ ધ્રુવનાં પુત્રી. બુધવાર, ૧૫/૦૫/૨૦૨૪નાં શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૮/૦૫/૨૦૨૪ને શનિવારે ૫ થી ૭. માતુશ્રી વેલાબાઈ સભાગ્રહ, નપુ હૉલની પાસે,- ૩૧૦, ચંદાવર્કર રોડ, માટુંગા (સી.આર.).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button