શબદ વેધથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલનને વિરામ; ‘રૂપાલા હારશે’નો વિશ્વાસ
લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024)માં ભારતીય જનતા પાર્ટીને રીતસર મોઢે ફીણ લાવી દેનારા ક્ષત્રિય સમાજ આંદોલન(Kshatriya Samaj Asmita Andolan) ને હાલ પૂરતો વિરામ આપવાની જાહેરાત આજે અમદાવાદનાં ગોતામાં વિધિવત રીતે કરવામાં આવી.ક્ષત્રિય સમાજ આંદોલનની સંકલન સમિતિના કન્વીનર કરણસિંહ ચાવડા( Karansinh Chavda)એ કહ્યું કે, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા ( Parsottam Rupala) જરૂર હારશે.અમોને ગુજરાતની દરેક બેઠક પર પરસોત્તમ રૂપાલા જ દેખાતા હતા. રાજકોટમાં અમે 80 ટકા ભાજપ વિરુદ્ધ વોટિંગ કર્યું છે.
વળતાં સવાલમાં પુછવામાં આવ્યું કે ‘રૂપાલા જીતી જાય તો’ ? કરણસિંહ ચાવડાએ ઉમેર્યું કે અમે સમાજની અસ્મિતા માટે આંદોલન કર્યું હતું. આમાં જ્યાં પરાજય હોય જ નહીં. પરિણામની ચિંતા કર્યા વગર અમે અમારી લડત લડ્યા છીએ. જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છીએ. કરણસિંહ ચાવડાએ એમ પણ ઉમેર્યું કે, ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું, માત્ર વિરામ લીધો છે, કોઈ ટાર્ગેટ કરશે તો આંદોલનને વેગવાન બનાવાશે. ઉપરાંત સમાજની વસ્તીના આધારે ટિકિટ પણ માંગવામાં આવશે.
બે દિવસ પહેલા જ શંકરસિંહે ભાખી’તી ભવિષ્યવાણી
સૌરાષ્ટ્રના ગોંડલ નજીક આવેલા કાગવડ (Kagvad)ના ખોડલધામ (Khodal dham)માં બે દિવસ પહેલા ગયેલા પૂર્વ કેન્દ્રિયમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજનું આંદોલન,લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ પૂરું થઈ ગયું છે.આમાં આંદોલન પાર્ટ-2 કે પાર્ટ -3 જેવુ ના હોય. શકત્રિય સમાજની સંકલન સમિતિ મને મળવા આવશે. નવાઈની વાત તો એ છે કે, શંકરસિંહ જે કહી ગયા,એ જ વાત જરા જુદી રીતે કરી કરણસિંહ ચાવડાએ વિરામ શબ્દ આપ્યો છે. શું શંકરસિંહ વાઘેલા સાથે સંકલન સમિતિના કોઈ સદસ્યો સતત પરામર્શ કરતાં હતા ?
પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડાએ શંકર સિંહ વાઘેલાએ આંદોલન અંગે કરેલી વાત અંગે જણાવતા ઉમેર્યું કે,શંકરસિંહ વાઘેલા અમારા આદરણીય જરૂર છે, પરંતુ આંદોલન અંગે અધિકાર એમનો નથી. ક્ષત્રિય સમાજે ડંકાની ચોટ પર ભાજપ સામે મતદાન કર્યું છે. પરિણામની ચિંતા કર્યા વગર અમે અમારી લડત લડ્યા છીએ. જય પરાજયની ચિંતા કર્યા વગર લડત લડ્યા છીએ. કરણસિંહ ચાવડાએ એમ પણ ઉમેર્યું કે.શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, શંકરસિંહ વાઘેલા અમારા આદરણીય જરૂર છે, પરંતુ આંદોલન અંગે અધિકાર એમનો નથી.
કરણસિંહ ચાવડાએ ઉમેર્યું કે, વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માંગ ચૂંટણી સમયે કરીશું. જે બેઠક પર ક્ષત્રિય સમાજની વસ્તી વધુ હશે ત્યાં બંને પાર્ટીઓ પાસે ટીકીટ માંગીશુ. રૂપાલાએ મતદાન બાદ માંગેલી માફી અંગે પણ સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા થઇ છે. આ બાબતને કોર કમિટી અને અન્ય સંસ્થાઓ વચ્ચે મૂકવામાં આવશે. તમામ સંસ્થાઓ નક્કી કરી માફી અંગે નિર્ણય કરવામાં આવશે.