આમચી મુંબઈ

Ghatkopar Hoarding Tragedy: આખરે 16 જણનો હત્યારો Bhavesh Bhide ઉદયપુરથી પકડાયો…

મુંબઈઃ મુંબઈમાં સોમવારે તોતિંગ હોર્ડિંગ પડી (Ghatkopar Hoarding Tragedy) જવાને કરાણે સર્જાયેલી દુર્ઘટનામાં 16 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. મુંબઈ પોલીસને આ કેસમાં હવે મોટી સફળતા હાથ લાગી છે. ઈગો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.

સોમવારે મુંબઈમાં જોરદાર પવન સાથે વરસાદ પડતાં ઘાટકોપર ઈસ્ટ ખાતે તોતિંગ હોર્ડિંગ નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર પડતાં 16 જણના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાને પગલે મુંબઈ પોલીસ દ્વારા ઈગો એડવર્ટાઈઝિંગ એજન્સીના માલિક ભાવેશ ભિડે (Bhavesh Bhide) સામે ગુનો સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ દુર્ઘટના થઈ એ જ દિવસથી ભાવેશ ભિડે પરિવાર સાથે ગુમ થઈ ગયો હતો. આખરે ત્રીજા દિવસે મુંબઈ પોલીસને ભાવેશ ભિડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં સફળતા મળી હોવાની માહિતી મળી રહી છે.

ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર ભાવેશ ભિડેનો મોબાઈલ ટ્રેસ કરતાં તેનું લાસ્ટ લોકેશન મુંબઈ નજીક આવેલા લોનાવલા ખાતેનું હતું. ભાવેશ ભિડેનો ફોન પણ સતત સ્વીચ્ડ ઓફ જ આવતો હતો. આખરે ત્રીજા દિવસે ભાવેશ ભિડેની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેને મુંબઈ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવેશ ભિડેના રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથેના સંબંધ હોવાનો આક્ષેપ ભાજપના એમએલએ રામ કદમ દ્વારા કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button