નેશનલ

Lok Sabha Election: ચોથા તબક્કાના મતદાન અંગે હવે ઈલેક્શન કમિશને આપ્યો નવા આંકડા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election)ના પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, બીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું. 2019ની તુલનામાં ત્રણ તબક્કામાં આ વખતે એકંદરે ઓછું મતદાન થયું હતું. જોકે, ચોથા તબક્કામાં 96 બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું, જ્યારે 2019માં આ સીટ પર 69.12 ટકા મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીની પ્રક્રિયાનો ચોથો તબક્કો 13 મેના પૂરો થયો એની સાથે કુલ 378 બેટક પર મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે. ગુજરાતની સુરતની સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા.

13મી લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં દેશના નવ રાજ્ય અને એક કેન્દ્રશાસીત પ્રદેશની 96 બેઠક પર કુલ 96 પર કુલ 69.16 ટકા થયું. પહેલા ચાર તબક્કામાં કુલ 66.95 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 45.1 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા છે એની સાથે કુલ 70 ટકા બેઠક પર મતદાન પૂરું થયું છે.

અત્યાર સુધીમાં ચૂંટણીમાં મતની ટકાવારીનો મુદ્દો ચર્ચાનો રહ્યો હતો. વિપક્ષે ચૂંટણી પંચ જાણી જોઈને મતદાનના આંકડા આપવામાં મોડું કરી રહ્યો હોવાનો આરોપ મૂક્યો હતો, જ્યારે ચૂંટણી પંચે એનો ફગાવ્યો હતો. સામે પક્ષે સત્તાધારી પાર્ટીએ દાવો કર્યો હતો કે વિપક્ષે પહેલાથી હાર માની લીધી હોવાનું જણાવ્યું હતું. ચોથા તબક્કાની 96 સીટ પર કેટલું થયું મતદાન જાણી લો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button