99.32 લાખ મુંબઈગરા બજાવશે મતદાનની ફરજ
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાન દરમિયાન 20મી મેના રોજ મુંબઈની છ લોકસભા બેઠક પર મતદાન યોજવામાં આવશે. મુંબઈ શહેર વિસ્તારની બે અને ઉપનગર વિસ્તારની ચાર એમ કુલ છ બેઠક પર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. આ માટે મતદાન માટે બધી જ વ્યવસ્થા પૂરી થઇ ગઇ છે અને મતદાન કેન્દ્રો ઊભા કરવા, મતદારોની ગણતરી સહિતની પ્રક્રિયા અને ઔપચારિકતાઓ પણ થઇ ગઇ છે.
ચૂંટણી પંચે મુંબઈમાં મતદારોના આંકડાઓ પણ બહાર પાડ્યા છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ મુંબઈની છ બેઠકો પર કુલ 99,32,347 મતદારોની નોંધણી થઇ છે. તેમાંથી મુંબઈ શહેરમાં 24,83,974 મતદારોની નોંધણી થયેલી છે જ્યારે મુંબઈ ઉપનગર વિસ્તારમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 74,48,383 છે.
20 મેના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમિયાન મતદાન યોજવામાં આવશે. મુંબઈની છ બેઠકમાં ઉત્તર મુંબઈ, દક્ષિણ મુંબઈ, ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ, ઉત્તર-પૂર્વ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ અને ઉત્તર-મધ્ય મુંબઈ આ બેઠકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મુંબઈગરાને રિઝવવા ઉમેદવારોનો ટાર્ગેટ શું હશે?
મુંબઈ શહેર વિસ્તારની બે બેઠક માટે 3,066 મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે જ્યારે ઉપનગરની ચાર બેઠક માટે 7,384 મતદાન કેન્દ્રો ઊભા કરાયા છે.
ક્યા કેટલા મતદાર:
દક્ષિણ મુંબઈ
કુલ મતદાર: 15,32,226
પુરુષ મતદાર: 8,30,620
મહિલા મતદાર: 7,01,563
તૃતીયપંથી મતદાર: 43
મતદાન કેન્દ્ર: 1,527
દક્ષિણ મધ્ય મુંબઈ
કુલ મતદાર: 9,51,738
પુરુષ મતદાર: 5,10,168
મહિલા મતદાર: 4,41,389
તૃતીયપંથી મતદાર: 181
મતદાન કેન્દ્ર: 1,539
ઉત્તર મુંબઈ
કુલ મતદાર: 18,11,942
પુરુષ મતદાર: 9,68,983
મહિલા મતદાર: 8,42,546
તૃતીયપંથી મતદાર: 443
મતદાન કેન્દ્ર: 1,702
ઉત્તર પશ્ર્ચિમ મુંબઈ
કુલ મતદાર: 17,35,088
પુરુષ મતદાર: 9,38,365
મહિલા મતદાર: 7,96,663
તૃતીયપંથી મતદાર: 60
મતદાન કેન્દ્ર:1,1753
ઉત્તર પૂર્વ મુંબઈ
કુલ મતદાર: 16,36,890
પુરુષ મતદાર: 8,77,855
મહિલા મતદાર: 7,58,799
તૃતીયપંથી મતદાર: 236
મતદાન કેન્દ્ર: 1,682
ઉત્તર મધ્ય મુંબઈ
કુલ મતદાર: 17,44,128
પુરુષ મતદાર: 9,41,288
મહિલા મતદાર: 8,02,775
તૃતીયપંથી મતદાર: 65
મતદાન કેન્દ્ર: 1,698