મનોરંજન

Mumbai Airport પર આવી હાલતમાં દેખાઈ Aishwarya Rai Bachchan

બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય વર્ષોથી ફિલ્મી પડદાથી ભલે દૂર છે પણ તેમ છતાં તે અવારનવાર સ્પોટલાઈટમાં ચોક્કસ આવે છે. એમાં પણ જ્યારથી ઐશ્વર્યા દીકરી આરાધ્યા બચ્ચનને લઈને જ્યારથી પોતાની મમ્મી વૃંદા રાયના ઘરે રહેવા ગઈ છે ત્યારથી તો લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે.

ઈન્ડસ્ટ્રીમાં તો એવી ચર્ચા પણ ચાલી રહી છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી અને એને કારણે જ ઐશ્વર્યા પોતાના સાસરિયે નહીં પણ પિયરમાં રહે છે. જોકે, આ બાબતે હજી પણ બચ્ચન પરિવાર તે ઐશ્વર્યા દ્વારા કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. હવે બચ્ચન પરિવારની બહુરાની ફરી એક વખત લાઈમલાઈટમાં આવી છે. આ વખતે તેનું લાઈમલાઈટમાં આવવાનું કારણ છે તેના હાથ પર થયેલી ઈજા…

વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય બચ્ચન Aishwarya Rai-Bachchan) દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં હાજરી આપવા માટે રવાના થઈ હતી. પણ ઐશ્વર્યા અને આરાધ્યા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એ સમયે ઐશ્વર્યાએ હાથમાં બેલ્ટ પહેર્યો હતો. જેને કારણે ફેન્સ ચિંતામાં પડી ગયા હતા અને જાણવા માટે બેતાબ થઈ ગયા છે કે આખરે ઐશ્વર્યાને આ ઈજા કઈ રીતે પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા-આરાધ્યા બંને એકબીજાને સપોર્ટ કરી રહી હતી. જ્યાં એક તરફ ઐશ્વર્યા દીકરી આરાધ્યાને ગાઈડ કરતી જોવા મળી હતી તો બીજી બાજું આરાધ્યા મમ્મીને મદદ કરતી જોવા મળી હતી. સપોર્ટ બેગ પહેરીને ઐશ્વર્યાએ સ્માઈલ કરીને પેપ્ઝને પોઝ આપ્યા હતા અને દરમિયાન ઐશ્વર્યાએ આરાધ્યાને પોતાની હેન્ડબેગ ઉપાડવા માટે જણાવ્યું હતું.

ઐશ્વર્યા પણ પેપ્ઝ સાથે વાત કરીને એરપોર્ટમાં અંદર જતી રહી હતી. એક્ટ્રેસની આ ઈજાને જોઈને ફેન્સ પણ ઐશ્વર્યા જલદી સાજી થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા આ પહેલાં પણ અનેક વખત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાનો જલવો બિખેરી ચૂકી છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button