નેશનલ

પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલના પ્રશ્ન ઉઠતાં જ અરવિંદ કેજરીવાલે ધર્યું મૌન, જાણો શું પૂછ્યો એવો પ્રશ્ન ?

Lucknow: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગુરુવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. (arvind kejriwal joint press conference with akhilesh yadav) જેમાં તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આગામી 4 જૂનના રોજ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનતી હોવાનો દાવો કર્યો હતો. તો આ સમયે સ્વાતિ માલીવાલના પ્રશ્ને અરવિંદ કેજરીવાલે ચુપકીદી સાધી હતી. (kejriwal remained silent on swati maliwal question)

આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીની સયુંકત પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં આપમાંથી અરવિંદ કેજરીવાલ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી 4 થી જૂન ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનતી હોવાનો દાવો રજૂ કર્યો હતો. તો બીજી બાજુ સ્વાતિ માલીવાળ સાથે થયેલ ગેરવર્તુણકને લઈને પ્રશ્ન ઉઠતાં અખિલેશ યાદવે એવો પ્રત્યુતર આપીને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો કે બીજા અનેક મહત્વના મુદ્દાઓ છે . તો આ બાબતે અરવિંદ કેજરીવાલે મૌન સાધ્યું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે સ્વાતિ માલીવાલ સાથે થયેલ કથિત ગેરવર્તુણક મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે અખિલેશ યાદવે કહ્યું હતું કે બીજા ઘણા મુદ્દાઓ મહત્વના છે, તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ બાબતે મૌન ધારી લીધું હતું. આ પ્રશ્નના જવાબમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે માઇક સાંભળી લીધું હતું અને પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પોતાનો પક્ષ રાખી દીધો છે અને સ્વાતિ માલીવાલના મામલે ભાજપે પણ જવાબ દેવો જોઈએ કે જ્યારે સ્વાતી માલીવાલ જંતર મંતર ખાતે પહેલવાનોને મળવા ગઈ ત્યારે એન તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ભાજપે આ મામલે પોતાનો પક્ષ રાખવો જોઈએ.

સંજય સિંહે કહ્યું કે આવા મામલાઓમાં રાજનીતિ ન થવી જોઈએ, ભાજપે મણિપુરને લઈને પણ જવાબ આપવો જોઈએ. મણીપુરમાં થયેલ ઘટનાથી આખો દેશ દુખી થયો પરંતુ વડાપ્રધાન આ બાબતે કાઇ ન બોલ્યા. કર્ણાટકમાં રેવન્નાએ હજારો મહિલાઓ પર રેપ કર્યો પરંતુ નરેન્દ્ર મોદી તેમના માટે મત માંગી રહ્યા હતા, જ્યારે દેશમાં મહિલા પહેલવાનો જંતર મંતર પર આંદોલન કરી રહ્યા હતા ત્યારે દિલ્લી મહિલા આયોગના તાત્કાલિક પ્રમુખ સ્વાતિ માલીવાલ મળવા પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યો હતો. આ બાબત પર પણ વડાપ્રધાન ચૂપ રહ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું કે આપ અમારો પરિવાર છે અને અમે અમારો પક્ષ રાખ્યો છે. અમારા નિવેદનનો વડાપ્રધાન અને ભાજપે પ્રત્યુતર આપવો જોઈએ, આવી બાબતો પર રાજનીતિ ન થવી જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button