નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

….. તો જનતા એવું માનશે કે આ નિયમ અડવાણીજીને હટાવવા માટે જ બનાવ્યો હતો : અરવિંદ કેજરીવાલ

લખનૌ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. (arvind kejriwal joint press conference with akhilesh yadav) જેમાં તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ યોગીને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવશે તે આરોપોનું અહી પુનરાવર્તન કર્યું હતું. તો સ્વાતિ માલીવાલના પ્રશ્ને ચુપકીદી સાધી હતી તો કર્ણાટકમાં રેવન્ના પર ભાજપે જવાબ આપવો જોઈએ તેવા મુદાઓ પ્રેસ કોન્ફરન્સમાં ઉઠયા હતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું આજે ઉત્તર પ્રદેશના મતદાતાઓને ઇન્ડિયા ગઠબંધનને મત આપવાની અપીલ કરવા આવ્યો છું. આ દરમિયાન તેને 4 વાતો કરી હતી,

એક તો, આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી તેમના માટે નહીં પણ અમિત શાહ માટે મતો માંગી રહ્યા છે,
બીજી, જો આ લોકોની સરકાર બની તો બે ત્રણ મહિનામાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવશે,
ત્રીજી, જો આ લોકો જીતી જશે તો તેમની સંપૂર્ણ તૈયારી છે કે sc,st અને obcના અનામતને નાબૂદ કરી દેવામાં આવે. અને ચોથી વાત કે દેશભરમાંથી મળતા આંકડા અનુસાર 4 જૂન દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે.

કેજરીવાલે એ પણ કહ્યું હતું કે “મે સીએમ યોગીને પદ પરથી હટાવવાની વાત કરી હતી અને આ બાબતે કોઈ ભાજપના નેતાનું નિવેદન નથી આવ્યું. આ દર્શાવે છે કે આ લોકોની સરકાર બન્યા બાદ યોગી આદિત્યનાથનું મુખ્યમંત્રી પદ પરથી હટવું હવે નિશ્ચિત છે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના નેતાઓ એમ કહી રહ્યા છે કે ભાજપના બંધારણમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે 75 વર્ષ પછી પદ પર ન રહી શકીએ. પણ આ નિયમ ખુદ નરેન્દ્ર મોદીએ જ બનાવ્યો છે અને તેઓ જરૂર પાળશે. જો તેઓ આનું પાલન નથી કરતાં તો દેશની જનતા એવું જ માનશે કે આ નિયમ માત્ર લાલકૃષ્ણ અડવાણીને હટાવવા માટે જ બનાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button