આપણું ગુજરાતટોપ ન્યૂઝ

હવે હેરિટેજ સિટી અમદાવાદ દક્ષિણ એશિયાના પ્રદૂષિત શહેરોમાં પણ અવ્વલ નંબરે…

અમદાવાદ : આમ અમદાવાદ ઘણી બાબતોમાં આગળ પડતાં ક્રમાંકો મેળવી રહ્યું છે, પણ તેની સાથે સાથે જ અમદાવાદે એવી બાબતમાં પણ આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પણ આ સ્થાન ચિંતા વધારનારું અને આગમચેતી સમાન છે. કારણ કે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણથી (most polluted cities in south asia)થતાં રોગો અને તેનાથી થતાં મૃત્યુમાં અમદાવાદ પણ આગળ છે.

આમ તો અમદાવાદ શહેરના તમામ વિસ્તારો પ્રદૂષણથી પ્રભાવિત છે. જેમાં ખાસ કરીને એસ. જી. હાઇવે, સી. જી. રોડ, આશ્રમ રોડ, કોટ વિસ્તાર અને પૂર્વ વિસ્તાર પ્રદૂષણથી ખૂબ જ પ્રભાવિત વિસ્તારો છે. જો કે અમદાવાદમાં એલિસબ્રિજ, સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં પોલ્યુશન મોનીટરીંગ સ્ક્રીન મૂકવામાં આવે છે, પણ તે છતાય પ્રદૂષણ નિયંત્રણમાં તેની કોઈ ખાસ અસરો દેખાઈ નથી.

આમ દિવસમાં પ્રદૂષણના સ્તરની વાત કરીએ તો સાંજના 4 વાગ્યા પછી પીએમ 2.5નું લેવલ ભયજનક સ્તરે વધે છે. જેના માટે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો કારણભૂત છે. કારણ કે પૂર્વ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકના લીધે આ સ્તરમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ઘણા લોકોનું શરીર ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેવા લોકોને એરક્વોલિટી ઈન્ડેક્ષ ખૂબ અસર કરે છે. અમદાવાદના હાંસોલ, ચાંદખેડા અને રાયખડમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 120 થી પણ આગળ વધી જાય છે. પ્રદૂષણના લીધે વધી જતાં પીએમ 2.5ના કણો શરીરને ખૂબ ગંભીર અસરો પહોંચાડે છે. જેના કારણે કારણ કે દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના લાખો લોકો પ્રદૂષણના લીધે મૃત્યુ પામે છે.

એક અભ્યાસ પ્રમાણે એશિયન શહેરોને ખૂબ જ અસર પહોંચાડતા પ્રદૂષણના લીધે વર્ષે દોઢ લાખ લોકો તેના સરેરાશ ઉમર કરતાં વહેલા મૃત્યુ પામે છે. છેલ્લા તેર વર્ષમાં દક્ષિણ એશિયાના શહેરોમાં પીએમ 2.5નું સ્તર ગંભીર રીતે વધ્યું છે. યુરોપિયન બેઝ સ્પેસ એજન્સીએ ઉપગ્રહમાં ગોઠવેલા સાધનોથી જોવામાં આવતા પ્રદૂષિત હવન ભયજનક સ્તરમાં દક્ષિણ એશિયાના 18 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, ઢાકા, કરાંચી, મુંબઈ સહિતનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button