મનોરંજન

રાજકારણ બાદ હવે બોલીવૂડમાં પણ પોતાનો ડંકો વગાડશે Thackeray Familyનો આ સભ્ય?

હેડિંગ વાંચીને તમે ગૂંચવાઈ ગયા હોવ તો ભાઈ તમને ફોડ પાડી દઈએ કે અહીં રાજકારણમાં સક્રિય ઠાકરે પરિવાર (Thackeray Family)ની વાત નથી થઈ રહી કે ન તો બિગબોસમાં ભાગ લેનારા સ્પર્ધક શિવ ઠાકરેની વાત થઈ રહી છે…
શિવસેના સુપ્રિમો દિવંગત બાળાસાહેબ ઠાકરે બાદ તેમના દીકરા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ તેમનો રાજકારણનો વારસો આગળ વધાર્યો છે. ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેએ પણ પોલિટિક્સમાં ડેબ્યું કર્યું છે પણ તેમ છતાં ઠાકરે ફેમિલીનું એક સભ્ય એવું પણ છે કે જેણે રાજકારણમાં પ્રવેશીની સભાઓ ગજાવવામાં નહીં પણ 70 MMની સ્ક્રીન પર ડાયલોગ ડિલીવરી કરવામાં રસ છે… આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે આખરે કોણ છે એ સદસ્ય? ચાલો હવે સસ્પેન્સ પરથી પડો ઉઠાવી દઈએ અને જણાવીએ કે અમે અહીં વાત કરી રહ્યા છીએ સ્મિતા ઠાકરેના દીકરા Aaishvary Thackerayની…

Aaishvary Thackeray દાદા બાળાસાહેબ અને કાકા ઉદ્ધવ કે રાજની જેમ રાજકારણમાં આવવામાં કોઈ રસ નથી અને તેને ફિલ્મોમાં પણ ઠાકરે પરિવારનું નામ ગજાવવું છે. આ જ કારણ છે કે તેણ પાંચ વર્ષ ફિલ્મના સેટ પર વિતાવ્યા છે, આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે, નાનું-મોટું કામ કર્યું છે જે ફિલ્મની દુનિયાને સમજવા માટે જરૂરી છે. એવું કહેવાય છે કે Aaishvary Thackerayને ફિલ્મો, મ્યુઝિક, અને આર્ટ્સમાં ખૂબ જ રસ છે અને તે છેલ્લાં પાંચ વર્ષથી ફિલ્મોને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Kangana Ranautની જેમ કરોડપતિ બનવું છે? આ રીતે સ્માર્ટ્લી કરો Financial Planning’s…

રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ઐશ્વર્ય ટૂંક સમયમાં બોલીવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે અને આવનારા થોડાક સમયમાં કોઈ મોટી એનાઉન્સમેન્ટ થઈ શકે છે. એટલું જ નહીં ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે કોઈ મોટું બેનર તેને લઈને ફિલ્મ બનાવવાની જાહેરાત પણ કરી શકે છે. જો ઠાકરે પરિવારનો ચિરાગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ થશે તો એકદમ ધમાકેદાર રીતે જ થશે…

વાત કરીએ ઠાકરે પરિવારની તો હાલમાં પરિવાર મહારાષ્ટ્રના સત્તાથી બહાર છે, પણ હકીકત તો એ છે કે મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારનો દબદબો છે. ઐશ્વર્ય મમ્મી સ્મિતાની જેમ જ ફિલ્મ પ્રોડ્યુસર અને સોશિયલ એક્ટિવિસ્ટ છે, પણ ઠાકરે પરિવારનો કોઈ પણ ચિરાગ ક્યારેય રાજકારણથી દૂર નથી ગયો. હવે જોવાની વાત એ છે કે ઠાકરે પરિવારના ચિરાગને લઈને ક્યારે મોટી એનાઉન્સમેન્ટ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button