આમચી મુંબઈમહારાષ્ટ્ર

સિંગર સાથે 68 લાખ રૂપિયાની છેતરપિંડી

લગ્નની લાલચ આપી બળાત્કારની પણ ફરિયાદ

મુંબઈ: મીરા-રોડમાં રહેતી એક મહિલાએ એક લઘુમતિ સમુદાયના યુવક પર બળજબરીપૂર્વક શારીરીક સંબંધ બનાવવાનો તેમ જ પોતાની પાસેથી 68 લાખ રૂપિયાની માતબર રકમ છેતરીને પડાવ્યાનો આરોપ મૂક્યો છે. એક હોટેલમાં સિંગર તરીકે કામ કરનારી બત્રીસ વર્ષીય યુવતીએ સુલતાન અખ્તર મોહમ્મદ શેખ નામના શખસ પર આરોપ મૂક્યો છે. 2020માં સુલતાન સાથે મુલાકાત થયા બાદ બંને વચ્ચે ગાઢ સંબંધો બંધાયા હતા જે પછીથી પ્રેમમાં પરિણમ્યા હતા.

2020માં લોકડાઉનના એક દિવસ પહેલા સુલતાને પોતાને તેના ઘરે બોલાવી તેને પોતાના પહેલાના લગ્નના ફોટોનું આલ્બમ દેખાડ્યું અને પોતાના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યાર બાદ સુલતાને પ્રેમની કબૂલાત કરીને યુવતી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ પણ વાંચો: Axis Bank સાથે 22 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી! જાણો કેવી રીતે બે લોકોએ બેંકને લગાવ્યો ચૂનો

યુવતીએ પણ લગ્નની વાત માન્ય રાખ્યો. જોકે, પછી એક દિવસ સુલતાને યુવતીને ઘરે બોલાવી હતી અને તેની નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે યુવતીએ લગ્ન પહેલા શરીરસંબંધ ન બાંધવાની શરત મૂકી હતી, પરંતુ સુલતાને યુવતીની વાત ન માનતા તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યાર બાદ 2020થી 2021 સાલ દરમિયાન 25,00,000 રૂ., 17,77,700 રૂ., 16,21,645 રૂ., 04,63,815 રૂ., 04,50,000 રૂપિયા કુલ 68,13,160 રૂપિયા પડાવ્યા હોવાનું યુવતીએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ ઉપરાંત પોતાની પાસે રહેલી ટાટા નિક્સન ગાડી લઇ જઇ તેને સાવ ખરાબ કરી પાછી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button