આમચી મુંબઈ

પોલીસ અધિકારી સાથે ધક્કામુક્કી કરવા બદલ બે ભાઇની ધરપકડ

થાણે: ભાયંદરમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને ગાળો ભાંડીને તેની સાથે ધક્કામુક્કી કરવા બદલ બે ભાઇની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ 13 મેની રાતે આ ઘટના બની હતી, જેમાં ધરપકડ કરાયેલા બંને ભાઇની ઓળખ પરશુરામ અરુમુગમ ગણપતિ અને સિલમ અરુમુગન ગણપતિ તરીકે થઇ હતી.

ભાયંદર પોલીસ સ્ટેશનમાં મંગળવારે મોડી રાતે સબ-ઇન્સ્પેક્ટર ફરજ પર હતો ત્યારે એક શખસ ત્યાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેની મારપીટ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભિવંડીમાં જોખમી ઈમારતનો હિસ્સો તૂટી પડ્યો: છ જણને બચાવાયા

શખસની વાત સાંભળ્યા બાદ સબ-ઇન્સ્પેક્ટરે તેને તબીબી તપાસ માટે મોકલ્યો હતો. તેણે બાદમાં આરોપીઓને પોલીસ સ્ટેશનમાં લાવવા માટે સહકર્મીને કહ્યું હતું.

દરમિયાન બંને ભાઇને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવતાં તેમણે સબ-ઇન્સ્પેક્ટરને ગાળો ભાંડી હતી અને તેનો કોલર પકડીને તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.

પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય પોલીસકર્મીઓએ બંને ભાઇને પકડી લીધા હતા. આ ઘટના બાદ સબ-ઇન્સ્પેક્ટરે નોંધાવેલી ફરિયાદને આધારે બંને ભાઇ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button