વેપાર અને વાણિજ્ય

ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનું રૂ. ૩૯૦ ઉછળ્યું, ચાંદી રૂ. ૧૨૬ વધી


મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થયાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયા બાદ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના વધ્યા મથાળા આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૦નો ઉછાળો આવ્યો હતો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે સોનામાં ગઈકાલના વિશ્ર્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૯ વધીને રૂ. ૭૨,૪૩૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૯૦ વધીને રૂ. ૭૨,૭૨૫ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીનાં માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની માગ તથા વિશ્ર્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૬ વધીને રૂ. ૮૪,૨૦૬ના મથાળે રહ્યા હતા.


એકંદરે ગઈકાલે અમેરિકાનાં એપ્રિલ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં વધારો થવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ પર સોનાના ભાવમાં એક ટકા જેટલી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૩૫૯.૯૯ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૬૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૮.૬૭ આસપાસ રહ્યા હતા.


હાલ સોનાના ભાવમાં ડેટા આધારિત વધઘટ થઈ રહી છે. જો આજે અમેરિકાનાં એપ્રિલ મહિનાના ફુગાવામાં થોડો ઘટાડો જોવા મળશે તો ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદે સોનામાં તેજીનું વલણ જોવા મળશે અન્યથા ભાવમાં ઘટાડો જોવા મળશે એમ કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકાના રોજગારીના ડેટા નબળા આવ્યા હોવાથી સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.


સામાન્યપણે ઊંચા ફુગાવાના સંજોગોમાં સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદરને કારણે બૉન્ડની યિલ્ડમાં વધારો થવાથી રોકાણકારોની માગ બૉન્ડ તરફ વળી રહી છે. તેમ જ ફેડરલ રિઝર્વ જ્યાં સુધી ફુગાવો અંકુશ હેઠળ ન આવે ત્યાં સુધી વ્યાજદર ઊંચા રાખે તેમ હોવાથી સોનામાં હેજરૂપી માગનો અભાવ રહે છે. જોકે, ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત મંગળવારે ફુગાવામાં ઘટાડો થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ