મનોરંજન

… તો Mr. Nene નહીં પણ આ ફેમસ બોલીવૂડ એક્ટરની પત્ની હોત Madhuri Dixit!

બોલીવૂડ એક્ટ્રેસ માધુરી દિક્ષીત (Bollywood Actress Madhuri Dixit)નો આજે જન્મદિવસ છે અને આજે એક્ટ્રેસ 57 વર્ષની થઈ ગઈ. 90ના દાયકાની આ એક્ટ્રેસ આજે પણ ફિલ્મ ઈન્ડસ્ડ્રીમાં ધક ધક ગર્લના હુલામણા નામે ઓળખાય છે. પરંતુ શું તમે ખબર છે કે જો ડો. નેને સાથે માધુરી દિક્ષીતના લગ્ન ન થયા હોત તો આજે બોલીવૂડના ફેમસ એક્ટરની પત્ની હોત? ચાલો આજે તમને જણાવીએ કોણ છે એ એક્ટર અને શા કારણે બંનેના લગ્ન ના થઈ શક્યા…

માધુરી દિક્ષીતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક સાફ સૂથરી ઈમેજ ધરાવતી એક્ટ્રેસ ભલે છે પણ એક સમયે ફિલ્મો સિવાય આ એક્ટ્રેસ પોતાના અફેયર્સની ચર્ચાને કારણે લાઈમલાઈટમાં રહી ચૂકી છે. જ્યારે માધુરી દિક્ષીતે અચાનક જ ડો. નેને સાથે લગ્ન કર્યા ત્યારે માધુરીના ફેન્સની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.


એક્ટિંગની સાથે સાથે પોતાના ડાન્સ અને મૂવ્ઝથી આજે લાખો લોકોના દિલ પર રાજ કરી રહેલી માધુરી દિક્ષીતનું નામ એક લગ્ન કરેલાં અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે. હવે એ વાત તો બધા જ જાણે છે કે સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી 90ના સમયમાં હિટ જોડીમાંથી એક હતી. સંજુબાબા અને માધુરીએ એક સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકયા છે. આ દરમિયાન બંને એકબીજાને દિલ દઈ બેઠા અને બંનેના અફેયર ચર્ચા તેમ જ લગ્નની અફવાઓ પણ ઉડી રહી હતી.

ALSO READ: દિલ લે ગઈ લે ગઈઃ 90ના દાયકાની આ અભિનેત્રીઓએ સ્ટેજ પર લગાવી આગ, જૂઓ વીડિયો

1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સાજન’માં સંજય અને માધુરીની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંને લગ્ન પણ કરવાના હતા પરંતુ એ જ દરમિયાન 1993માં કંઈક એવું થયું કે બંનેની લવ સ્ટોરીએ દમ તોડી દીધો. એમાં થયું એવું કે 1993માં જ્યારે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંજય દત્તનું નામ જોડાયું ત્યારે સંજય દત્ત સાથેના તમામ સંબંધો માધુરી દિક્ષીતે તોડી નાખ્યા હતા.


સંજુબાબા સિવાય માધુરી દિક્ષીતનું નામ મિ. ઈન્ડિયા અનિલ કપૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. સંજય દત્ત સિવાય માધુરીની જોડી અનિલ કપુર સાથે પણ ચાહકોને પસંદ આવી રહી હતી. બંન્ને કેમેસ્ટ્રી ઓનસ્ક્રીન જ નહીં પણ ઓફ સ્ક્રીન પણ ગમી હતી. અનિલ કપુર અને માધુરીએ અંદાજે 20થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંનેના અફેયરની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી હતી, પણ બંનેમાંથી કોઈએ આ સંબંધને સ્વીકાર્યો નહોતો.


માધુરી દિક્ષીતના જન્મદિવસ નિમિત્તે ડો. નેનેએ પણ પત્નીને ખાસ અંદાજમાં બર્થડે વિશ કરીને પ્રેમ વરસાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button