આપણું ગુજરાત

RTE ના બીજા રાઉન્ડ હેઠળ ગુજરાતની ખાનગી શાળાઓમાં આટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો

અમદાવાદ: ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને વંચિત પરિવારના બાળકો પણ શરુ શિક્ષણ મેળવી શકે, એ માટેના રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિવિધ માધ્યમોમાંકુલ 45,000 બેઠકો ફાળવવામાં આવી હતી, જેના માટે 1,32,704 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને વંચિત પરિવારના બાળકો માટે શૈક્ષણિક તકો પૂરી પાડવા માટે, RTE પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 39,979 બેઠકો ફાળવી હતી, જેમાંથી 36,818 વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પ્રવેશ મેળવ્યો હતો.

નોંધનીય વાત એ છે કે, તમામ 1,32,704 અરજદારોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તેમને શાળાઓ ફરીથી પસંદ કરવાની વિકલ્પ આપવામાં આવ્યો હતો. તેથી, 75,853 અરજદારોએ રી-સિલેકશન કર્યું હતું, જ્યારે 56,851 અરજદારોએ તેમની શરૂઆતમાં કરેલી શાળાઓની પસંદગી જાળવી રાખી હતી.

RTE પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ પછી, વધારાના 3,630 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી હતી. તેમના પ્રવેશની પુષ્ટિ કરવા માટે, આ વિદ્યાર્થીઓએ 20 મે, 2024 સુધીમાં શાળાના સમય દરમિયાન તેમની સંબંધિત શાળાઓમાં રૂબરૂ હાજર થવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો રજુ કરવા પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button