દાહોદમાં દુરન્તો એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઊતરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દાહોદમાં પેસેન્જર ટ્રેનનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઊતરી ગયાં હતાં. ટ્રેન નં. ૧૩૪૯૩ દુરંતો એક્સપ્રેસ પાટા પરથી ઊતરી જતાં દિલ્હી-મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ન હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ આ અકસ્માતથી દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ પ્રભાવતિ થયો હતો. પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરતા દિલ્હી બોમ્બે રેલ માર્ગ બંધ કરાયો હતો. દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગ બંધ હોવાના પગલે અનેક ટ્રેનોને અસર થઈ હતી.
મધ્ય પ્રદેશમાં અમરગઢ સ્ટેશન નજીક આ ઘટના બની હતી. પેસેન્જર ટ્રેન ૧૨૪૯૪ દુરંતો એક્સપ્રેસનું એન્જિન અને પાવર કોચ પાટા પરથી ઊતરી ગયાં હતાં. આ ઘટનાની જાણ થતા જ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પૂરજોશમાં કામગીરી શરૂ કરી સ્થિતિ પૂર્વવત્ કરવાના પ્રયત્નોના ભાગરૂપે દિલ્હી તરફનો વ્યવહાર ધીમે ધીમે શરૂ કરાવ્યો હતો. જોકે મુંબઇ તરફનો વ્યવહાર સામાન્ય થતાં વધુ સમય લાગશે એવું જાણવા મળ્યું હતું. આ ઘટનાના પગલે રેલવે વિભાગે તાત્કાલિક ટ્રેનના મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી.