જૈન મરણ
ભરૂચ લાડુઆ શ્રીમાળી જૈન
આમોદ નિવાસી હાલ અંધેરી સ્વ. મટુબેન છોટાલાલ લલ્લુભાઇ શાહના પુત્ર અને સ્વ. ચીમનલાલ ખીમચંદ શાહના જમાઇ. જયંતીભાઇ સી. શાહ, (ઉં. વ. ૮૭) તા. ૯-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેનના પતિ. મિતેષ-દક્ષાના પિતા. પારૂલ-કમલેશકુમારના સસરા. શૈનીના દાદા. રિદ્ધિ-સ્તુતિના નાના. પ્રાર્થનાસભા તા. ૧૬-૫-૨૪ ગુરુવારના સવારે ૯.૩૦થી ૧૧.૩૦. ઠે. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (વેસ્ટ).
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
મેરાઉના ગીતેન વીરા (ઉં. વ.૩૮) તા. ૧૧-૫-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી ગંગાબાઈ લધાભાઈ દેવજી વીરાના પૌત્ર. જયશ્રી છગનલાલના પુત્ર. અમીત, કેતનના ભાઈ. ભીંસરાના માતુશ્રી ચંચલબેન વેલજી કુંવરજી સાવલાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયશ્રી વીરા, ૧૯, શાંતિનગર ૧લે માળે, મલાડ (વેસ્ટ) મુંબઈ.
સાભરાઇના દામજી કુંવરજી ગડા (ઉં. વ. ૭૧) તા.૧૧-૫-૨૪ ના કચ્છ સાભરાઇ મુકામે અવસાન પામેલ છે. ખીમઈબાઈ કુંવરજી ડાયાના પુત્ર. રમીલાના પતિ. સારિકા, સંદીપના પિતાજી. ડુમરાના નાનબાઈ માવજી, કોટડીના રતનબેન લખમશી, કોકલિયાના નવલબેન માવજી, ઉનડોઠના કેસરબેન લાલજી, સ્વ. દમયંતી, ગઢસીસાના પુષ્પા મણીલાલના ભાઈ. મોથારાના વાલબાઈ લાલજી ડાહ્યાના જમાઈ. પ્રા. શ્રી. વ. સ્થા. જૈન. શ્રા. સં. સં. કરસન લઘુ નિસર હોલ, દાદર (વે) ટા.૨ થી ૩.૩૦. ચક્ષુ દાન કરેલ છે.
ડુમરાના અ.સૌ. સરલા કારાણી (ઉં. વ. ૫૫) ૧૨-૫-૨૪ના અવસાન પામેલ છે. દમયંતીબેન શામજીના પુત્રવધૂ. ઉમેશના ધર્મપત્ની. રતનબેન રામજીના પુત્રી. ધીરજ ડો. જયંતીલાલ, સાભરાઇ કસ્તુર કલ્યાણજી, ડુમરા દિવ્યા લક્ષ્મીચંદ, કોડાય કુસુમ જયેશના બહેન. પ્રા. શ્રી ક.વિ.ઓ.દે.જૈ. મહા સંચાલિત જીરાવલ્લા દહેરાસરવાડી, ઘાટકોપર (ઇ.) ટા. ૨ થી ૩.૩૦.
રાધનપુરી જૈન
રાધનપુર નિવાસી હાલ કાંદિવલી સ્વ.તારાબેન રસિકલાલ પારેખના પુત્રવધૂ. ગં.સ્વ. નયનાબેન પારેખ (ઉં. વ. ૬૨) તે ૧૩/૫/૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ.ભુપેન્દ્રભાઈ રસિકલાલ પારેખના ધર્મપત્ની. નિલેશ તથા કાજલના માતુશ્રી. ધવલકુમાર બાબુલાલ શાહ, વૃશાલીના સાસુ. પિયરપક્ષે બેળ જામનગરવાળા હાલ મલાડ ગં.સ્વ.મુક્તાબેન લક્ષ્મીદાસ રાજાણીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મચ્છુકાંઠા વિશા શ્રીમાળી સમાજ જૈન
સ્વ. ઉમેદચંદ અમરચંદ પારેખના સુપુત્ર ચેતનભાઇ પારેખ (ઉં. વ. ૬૨) સોમવાર ૧૩/૫/૨૦૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે કલ્પનાબેનના પતિ. સાહિલના પિતાશ્રી. સેજલના સસરા. સ્વ. પ્રેમચંદ ચંદ્રમલ શાહના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
ધાંધલપુર નિવાસી હાલ બોરીવલી, સ્વ.ચંદ્રકાંત ગીરધરલાલ તુરખીયાના ધર્મપત્ની વિમળાબેન (ઉં. વ. ૮૪) તા. ૧૩/૦૫/૨૪ને સોમવાર અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ, જયેશ, સ્વ. નીતિન, છાયા, અલ્પેશના માતુશ્રી. સોનલ, ભાવના, નીનાના સાસુ. સ્વ.કુંદનબેન , સ્વ.મહાસુખભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.રમેશભાઈ, હર્ષદભાઈના ભાભી. સ્વ. કંચનબેન, સ્વ. લિલીબેન, અમૃતભાઈ, સ્વ.લાભુબેન, સ્વ.કમુબેન, સ્વ. મહેન્દ્રભાઈના બેન. પ્રાર્થનાસભા ગુરવાર, તા. ૧૬/૦૫/૨૪નાં ૧૦.૦૦ થી ૧૧.૩૦. કાંદિવલી જૈન ઉપાશ્રય, એસ. વી. રોડ, લોહાણા મહાજન વાડીના સામે, કાંદિવલી વેસ્ટ.